National

સીરમ ઈંસ્ટીટયૂટ 6 મહિનાની અંદર બહાર પડશે બાળકો માટે વેક્સિન- અદાર પૂનાવાલા

સીરમ ઈંસ્ટીટયૂટના સીઈઓ (CEO) અદાર પૂનાવાલાએ (Adar Punawala) મંગળવારના (Tuesday) રોજ કોંફેડરેશન ઓફ ઈન્ડિયાની વર્ચ્યુઅલ કોન્ફરન્સ દરમિયાન જણાવ્યું હતું કે 3 વર્ષ કે તેથી વધું ઉંમરના બાળકો માટે વેકસીન 6 મહિનાની (Month) અંદર બહાર પાડશે. નોવાવેકસ કોવિડ વેકસીનનું પરિક્ષણ હજુ થઈ રહ્યું છે. જો કે આ પરિક્ષણમાં સારા પરિણામ (Result) મળ્યાં છે. આ વેકસીન મૂકવાથી તે બાળકોનું કોરોના (Corona) સામે રક્ષણ (Protection) કરશે. હાલમાં જે કોવિશીલ્ડ તેમજ અન્ય કંપનીની વેકસીન મૂકાય છે તે 18 કે તેથી વધું ઉંમરના લોકો માટે તૈયાર કરવામાં આવી છે. બાળકો માટે રસી તૈયાર કરવા અગાઉથી જ બે કંપનીને પરવાનગી સરકાર દ્વારા આપવામાં આવી છે. આ કંપનીઓ દ્વારા ટૂંક જ સમયમાં વેકસીન બહાર પાડવામાં આવશે.

પૂનાવાલાઓ જણાવ્યું કે કોરોનાકાળ દરમ્યાન બાળકો ઉપર તેની અસર જોવા મળી નથી તેમજ એવી કોઈ ગંભીર સ્થિતીનું પણ સર્જન થયું નથી. સાથે જ તેઓએ જણાવ્યું હતું કે કોરોનાના નવા વેરિયંટ ઓમિક્રોનની નાના બાળકો ઉપર શું અસર કરશે તે કહી શકાય એમ નથી પરંતુ એટલું કહી શકાશે કે કોરોનાના કારણે નાના બાળકોના સ્વાસ્થય ઉપર કોઈ આડઅસર જોવા મળશે નહીં.

આ પહેલા દેશમાં નાના બાળકોમાં કોરોના સંક્રમણ દરમ્યાન સતત તાવ રહેવો, ત્વચા પર ફોલ્લીઓ, આંખો લાલ થઈ જવી,શરીર અથવા સાંધાનો દુખાવોઉલટી, પેટમાં ખેંચાણ અથવા તેનાથી સંબંધિત અન્ય સમસ્યાઓહોઠ, ચહેરો અને હોઠ ભૂરા થઇ જવા ઇરીટેશન, થાક, સુસ્તી અને અતિશય ઊંઘ આવવી, તાવ રહેવો, ભૂખ ન લાગવી અથવા ચીડિયાપણું, ઉલટી થવી, સ્નાયુમાં દુખાવો, હોઠ અને ત્વચાની સોજો, તેમજ છાલા પડી જવા વગેરે જેવા લક્ષણો જોવા મળ્યા છે.

ઓમિક્રોનની વાત કરીએ તો દેશમાં ઓમિક્રોનના કેસની કુલ સંખ્યા 53 થઈ ગઈ છે. જેમાં મહારાષ્ટ્રમાં 20, રાજસ્થાનમાં 17, કર્ણાટકમાં 3, ગુજરાતમાં 4, કેરળમાં 1, આંધ્રપ્રદેશમાં 1, દિલ્હીમાં 6 અને ચંદીગઢમાં 1 કેસ નોંધાયો છે. બ્રિટનમાં ઓમિક્રોનના કારણે વિશ્વમાં પ્રથમ મત્યું થયું હતું. જે અંગેની જાણકારી બ્રિટનના પ્રઘાનમંત્રી બોરિસ જોનસે આપી હતી. ઓમિક્રોન વિશ્વમાં ડેલ્ટા વેરિયન્ટની સરખામણીએ ખૂબ ઝડપથી ફેલાઈ રહ્યો છે. WHOએ જણાવ્યું કે હાલના આંકડા દર્શાવે છે કે કોમ્યુનિટી ટ્રાન્સમિશન થવાથી આ નવો વેરિયન્ટ ડેલ્ટા કરતાં પણ વધારે જોખમી બની શકે છે.

Most Popular

To Top