તમિલનાડુ: દેશભરમાં ફરી એકવાર કોરોના વાયરસનું સંક્રમણ ફેલાઈ રહ્યું છે. તમિલનાડુ (Tamil Nadu)ની સરકારી (Government) મેડીકલ (Medical) કોલેજ (Collage)માં કોરોનાનો રાફડો ફાટ્યો છે. એક સાથે 30 વિદ્યાર્થી(Student) કોરોના (Corona) સંક્રમિત (Infected) થતા આરોગ્ય તંત્રમાં દોડધામ મચી જવા પામી છે.
- તમિલનાડુની સરકારી કોલેજમાં કોરોના વિસ્ફોટ, 30 વિદ્યાર્થીઓ સંક્રમિત
- 200 વિદ્યાર્થીઓના કરાયા હતા કોરોના ટેસ્ટ
- સંક્રમણ ફેલાતું અટકાવવા લેવાયા કડક પગલા
- દેશમાં કોરોનાના 24 કલાકમાં 15 હજારથી વધુ કેસ
તમિલનાડુમાં આવેલી તુતીકોરિન સરકારી મેડિકલ કોલેજમાં એક સાથે 30 વિદ્યાર્થીઓ કોરોનાથી સંક્રમિત જોવા મળ્યા છે. 200 જેટલા વિદ્યાર્થીઓનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જેમાંથી 30 વિદ્યાર્થીઓનો ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ તમામમાં કોરોનાના સામાન્ય લક્ષણો હતા. પરંતુ કોઈની હાલત ગંભીર નથી. તમામ લોકોની હાલત સ્થિર છે. હાલ તેઓની સારવાર શરુ કરવામાં આવી છે. આ સાથે અન્ય વિદ્યાર્થીઓમાં ફેલાતું સંક્રમણ અટકાવવા માટે જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે. વિદ્યાર્થીઓને ફેસ માસ્ક અથવા ફેસ શિલ્ડ, હેન્ડ સેનિટાઈઝર અને સોશિયલ ડિસ્ટન્સિંગ વગેરેની કાળજી રાખવા સૂચના આપવામાં આવી છે.
ઝડપથી વધી રહ્યું છે કોરોના સંક્રમણ
ગતરોજ 24 જૂને તમિલનાડુમાં 1359 નવા સંક્રમિત કેસ નોંધાયા છે. 19 ફેબ્રુઆરી પછી રાજ્યમાં એક જ દિવસે આ સૌથી વધુ કેસ નોંધાયા છે. ગુરુવારે નવા કેસોની સંખ્યા 1,063 હતી. જેમાં મોટાભાગના કેસ ચેન્નાઈ, ચેંગલપેટ, તિરુવલ્લુર, કાંચીપુરમ અને કોઈમ્બતુરમાં નોંધાયા હતા. ચેન્નાઈમાં, 616 કેસો, ત્યારબાદ ચેંગલપેટ 266 નવા કેસ અને કોઈમ્બતુરમાં 64 કેસ નોંધાયા હતા. 24 જૂને રાજ્યમાં કુલ 5912 એક્ટિવ કેસ હતા.
દેશમાં 24 કલાકમાં 15 હજારથી વધુ કેસ
તમને જણાવી દઈએ કે સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે જણાવ્યું કે ભારતમાં છેલ્લા 24 કલાકમાં શનિવારે 15,940 નવા કોરોનાવાયરસ સંક્રમિત કેસ નોંધાયા છે. ગત દિવસની સરખામણીએ તેમાં ઘટાડો જોવા મળ્યો છે. શુક્રવારે દેશભરમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 17,336 હતી. મંત્રાલયે જણાવ્યું કે છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના કારણે કુલ 20 લોકોએ જીવ ગુમાવ્યા છે. કોવિડ-19ને કારણે નવા મૃત્યુ સાથે, દેશમાં કોરોનાવાયરસથી મૃત્યુ પામેલા લોકોની કુલ સંખ્યા હવે 5,24,974 છે.