નવી દિલ્હી: એવિએશન રેગ્યુલેટર DGCA એ એરપોર્ટ(Airport) અને હવાઈ મુસાફરી(Aircraft)માં માસ્ક(Mask) ન પહેરનારાઓ સામે પોતાનું વલણ કડક બનાવ્યું છે. ડીજીસીએએ કહ્યું છે કે જે મુસાફરોએ માસ્ક પહેર્યા નથી તેમને “અનિયંત્રિત” ગણવામાં આવે અને પ્લેન(Plan) ટેક ઓફ કરે તે પહેલા જ ફ્લાઇટમાંથી દૂર કરવામાં આવે. હાલમાં કોરોનાના કેસોમાં થયેલા વધારાને ધ્યાનમાં રાખીને આ સૂચનાઓ જાહેર કરવામાં આવી છે. એવિએશન રેગ્યુલેટર ડીજીસીએએ બુધવારે કહ્યું કે સીઆઈએસએફના જવાનો માસ્કનો નિયમ લાગુ કરશે. કોઈપણ પેસેન્જર જે આનું પાલન કરવાનો ઇનકાર કરે તો તેને વિમાનના ટેકઓફ પહેલા જ તેમને ઉતારી દેવાશે.
નિયમોનું પાલન નહિ કરનાર લોકોને ‘નો ફ્લાય’ લિસ્ટમાં મૂકો
નોંધનીય છે કે ડીજીસીએની આ માર્ગદર્શિકા દિલ્હી હાઈકોર્ટના કોવિડ સુરક્ષા પગલાંનું પાલન કરવાનો ઇનકાર કરનારા મુસાફરો સામે કડક વલણ અપનાવવાનો આદેશ ફરી સામે આવી છે. 3 જૂનના તેના આદેશમાં, કોર્ટે કહ્યું હતું કે કોરોના રોગચાળો હજી સમાપ્ત થયો નથી અને જો મુસાફરો વારંવારના રીમાઇન્ડર છતાં પ્રોટોકોલનું પાલન કરવાનો ઇનકાર કરે છે, તો આરોગ્ય મંત્રાલય અને DGCAની માર્ગદર્શિકા અનુસાર કાર્યવાહી કરવામાં આવે. કોર્ટે કહ્યું હતું કે આવા મુસાફરોને શારીરિક રીતે દૂર કરી શકાય છે, ‘નો ફ્લાય’ લિસ્ટમાં મૂકી શકાય છે અથવા આગળની કાર્યવાહી માટે સુરક્ષા એજન્સીઓને સોંપી શકાય છે. કોર્ટે કહ્યું કે અમારા દૃષ્ટિકોણથી આ યોગ્ય પગલું હશે કારણ કે મહામારીનો અંત આવ્યો નથી અને તે ફરી ત્રાટકી રહ્યો છે.
દેશમાં કોરોના ફરી બન્યો બેકાબૂ, 24 કલાકમાં 40 ટકા નવા કેસ નોંધાયા
નવી દિલ્હી: કોરોનાના (Corona) વધતા જતા કેસોએ (Case) ફરીથી આરોગ્ય વિભાગની (Health Department) ચિંતા વધારી દીધી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર છેલ્લા 24 કલાકમાં દેશમાં 5233 નવા દર્દીઓ સામે આવ્યા છે. જ્યારે એક દિવસ અગાઉ 3741 કેસ નોંધાયા હતા. એટલે કે એક દિવસમાં કોરોના દર્દીઓમાં લગભગ 40 ટકાનો વધારો નોંધાયો છે. ઘણા મહિનાઓ પછી એક દિવસમાં આટલા દર્દીઓ નોંધાયા છે. આ સાથે સક્રિય દર્દીઓની સંખ્યામાં પણ મોટો વધારો થયો છે. હવે દેશમાં 28857 સક્રિય કોરોના દર્દીઓ છે.
સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 3345 લોકો કોરોનાથી સાજા થયા છે અને સાત લોકોના મોત થયા છે. આ સાથે દેશમાં કોરોનાના કારણે કુલ મૃત્યુઆંક 5,24,715 પર પહોંચી ગયો છે. હાલમાં ભારતમાં કોરોનાના 28,857 સક્રિય કેસ છે. છેલ્લા 24 કલાકમાં 1881 સક્રિય કેસ વધ્યા છે. જે રાજ્યોમાં કોવિડના સૌથી વધુ કેસ સામે આવી રહ્યા છે તેમાં મહારાષ્ટ્ર (1881 નવા કેસ), કેરળ (1494), દિલ્હી (450), કર્ણાટક (348) અને હરિયાણા (227)નો સમાવેશ થાય છે. આજે નોંધાયેલા કુલ નવા કેસોમાંથી 84.08 ટકા આ રાજ્યોના છે. કુલ નવા કેસોમાં એકલા મહારાષ્ટ્રનો હિસ્સો 35.94 ટકા છે. ભારતમાં છેલ્લા 24 કલાકમાં 7 નવા મોત થયા છે. દેશમાં કોરોનાને કારણે અત્યાર સુધીમાં પાંચ લાખ (5,24,715) થી વધુ લોકોના મોત થયા છે.