National

કોરોનાના વઘતા કેસ: મુંબઈમાં 14 દિવસ માટે લાગુ કરાઈ કલમ 144

વિશ્વમાં (World) કોરોનાના (Corona) કેસ વઘતા જોવા મળી રહ્યાં છે. ભારતમાં પણ દર્દીઓની સંખ્યામાં વઘારો થતો જોવા મળી રહ્યો છે. મુંબઈમાં (Mumbai) સૌથી વધુ કેસ નોંધાયા છે ત્યારે સાવચેતીના ભાગ રૂપે મુંબઈમાં 14 દિવસ માટે સેકશન (Section) 144 લાગુ કરવામાં આવી છે. મુંબઈમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના કેસોમા ઉછાળો જોવા મળી રહ્યો છે જેને ઘ્યાનમા લઈ આ નિર્ણય (Decision) લેવામાં આવ્યો છે. મુંબઈમાં કોઈ પણ મોટા પ્રસંગ (Function) કરવા ઉપર પ્રતિબંધ (Restriction) મુકવામાં આવ્યો છે. મુંબઈમાં આવેલ વસઈ તેમજ વિરારમાં ગઈકાલે ઓમિક્રોનના 8 નવા દર્દીઓ મળી આવ્યા છે. આ દર્દીઓમાંથી 7 મુંબઈના રહેવાસી છે. જાણકારી મુજબ આ દર્દીઓમાંથી કોઈએ પણ વિદેશ પ્રવાસ કર્યો નથી. ઓમિક્રોન પોઝિટીવ મળી આવેલ દર્દીઓ માંથી એકે બેંગલુરુ, એકે નવી દિલ્હી અને એકે રાજસ્થાનનો પ્રવાસ કર્યો હતો.

ઓમિક્રોન દેશના જુદા જુદા 10 રાજ્યોમાં પહોંચી ગયો છે. રાજસ્થાનમાં 17, કર્ણાટકમાં 3, ગુજરાતમાં 4, કેરળમાં 1 અને આંધ્રપ્રદેશમાં 1, દિલ્હીમાં 6, તેલંગાણામાં 3, પશ્ચિમ બંગાળમાં 1 અને ચંદીગઢમાં 1 કેસ નોંધાયા છે. મહારાષ્ટ્રમાં તેના સૌથી વધુ કેસ નોંધાયા છે. અત્યાર સુધી મહારાષ્ટ્રમાં 28 કેસ નોંધાય ચૂકયા છે.

બીજી તરફ બાળકોમાં પણ નવો વેરિએન્ટ જોવા મળી રહ્યો છે. પશ્ચિમ બંગાળમાં ઓમિક્રોનનો આજે પ્રથમ કેસ નોંધાયો છે. ચોંકાવનારી વાત એ છે કે અહીં 7 વર્ષના એક બાળકમાં ઓમિક્રોન પોઝિટીવ આવ્યાનુ માલૂમ પડયું છે. આ બાળક 10 ડિસેમ્બરે અબુધાબીથી હૈદરાબાદ આવ્યો હતો. આ અગાઉ મુંબઈમા દોઢ વર્ષનુ બાળક ઓમિક્રોન સંક્રમિત મળી આવ્યું હતું. મળતી માહિતી મુજબ નિષ્ણાંતોનુ માનવુ છે કે કોરોનાની ત્રીજી લહેર બાળકો માટે ઘાતક નીવડી શકે છે. બાળકો માટે કોરોનાની રસી હજુ 6 મહિના સુધી બહાર પડવાની નથી તેવા સમય દરમ્યાન બાળકોમા ઓમિક્રોન અને કોરોનાના કેસોમા થતો ઉછાળો ચિંતાનો વિષય બન્યો છે. અહેવાલ મુજબ ફાઈઝર અને મોડર્ના રસીના બે ડોઝ ઓમિક્રોનના કેસોમાં માત્ર 30% અસર દર્શાવે છે. જ્યારે ડેલ્ટા વેરિઅન્ટ સામે આ જ રસી 87% સુધી અસરકારક હતી. તે જ સમયે બૂસ્ટર ડોઝ પછી તે Omicron પર 48% સુધી અસરકારક હોઈ શકે છે.

Most Popular

To Top