દેશમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. સક્રિય કેસોમાં 20 ગણો વધારો થયો છે. હાલમાં, સક્રિય કેસોની સંખ્યા 5755થી વધુ છે. છેલ્લા 24 કલાકમાં, 391 નવા કેસ નોંધાયા છે. તેની સામે 760 જેટલા લોકો સ્વસ્થ થયા છે. કમનસીબે, ચાર લોકોએ જીવ ગુમાવ્યો છે.
દેશભરમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. જો આંકડાઓ પર નજર કરીએ તો, માત્ર 15 દિવસમાં કોવિડના સક્રિય કેસોમાં 20 ગણો વધારો જોવા મળ્યો છે. દેશમાં સક્રિય કોવિડ કેસની સંખ્યા 5,755 પર પહોંચી ગઈ છે. તે જ સમયે, છેલ્લા 24 કલાકમાં ચાર લોકોએ જીવ ગુમાવ્યા છે.
છેલ્લા 24 કલાકમાં 391 નવા કેસ નોંધાયા છે. તે જ સમયે, 760 લોકો કોરોનામાંથી સ્વસ્થ થયા છે. દેશમાં કેરળ કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત રાજ્ય રહ્યું છે. ત્યારબાદ, ગુજરાત, પશ્ચિમ બંગાળ અને દિલ્હીનો ક્રમ આવે છે.
કોરોનાથી પોતાને આ રીતે બચાવો!
માસ્ક પહેરો – હેન્ડ સેનિટાઇઝર સાથે રાખો: જો તમે મુસાફરી કરી રહ્યા છો, તો દર અડધા કલાકે હાથ સેનિટાઇઝ કરવાની જરૂર છે. ખાસ કરીને કંઈપણ ખાતા પહેલા, ચોક્કસ પણે હાથને સેનિટાઇઝ કરો. આ વાયરસને રોકવામાં મદદ કરશે. આ સાથે, ચેપથી બચવા માટે માસ્ક પહેરો.
ભીડવાળા સ્થળોએ જવાનું ટાળો: કોવિડથી બચવાનો શ્રેષ્ઠ રસ્તો છે કે ,ખુલ્લી જગ્યાઓમાં રહો. જો બંધ જગ્યાઓ અથવા પાર્ટીઓમાં જાઓ છો, તો કોવિડથી ચેપ લાગવાનું જોખમ વધારે છે.નબળા વેન્ટિલેશનવાળા સ્થળોએ જવાનું ટાળવું જોઈએ.
જરૂરી દવાઓ સાથે રાખો: જો મુસાફરી કરવું ખૂબ જ મહત્વપૂર્ણ હોય, તો કેટલીક જરૂરી દવાઓ સાથે રાખો. ખાસ કરીને જ્યારે તમે લાંબી મુસાફરી પર જઈ રહ્યા હોવ. આ માટે, તમે તમારા ડૉક્ટરની સલાહ લઈ શકો છો.