Sports

IPL માં કોરોના : બાયો બબલમાં વાયરસની એન્ટ્રી માટે વરુણ ચક્રવર્તીની બેદરકારી જવાબદાર

નવી દિલ્હી : ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ના બાયો બબલ (BIO BUBBLE)માં કોરોના વાયરસ (CORONA VIRUS)ની એન્ટ્રી થવા માટે કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR)ના મિસ્ટ્રી સ્પિનર વરૂણ ચક્વર્તી (VARUN CHAKRABORTY)ની બેદરકારી જવાબદાર હોવાના અહેવાલો આવી રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે દિલ્હી કેપિટલ્સ (DELHI CAPITALS)ની સામે અમદાવાદમાં ગુરૂવારે રમાયેલી કોલકાતા નાઇટ રાઇડર્સની મેચ પહેલા વરૂણ ચક્રવર્તી પોતાના ખભાનો સ્કેન કરાવવા માટે હોસ્પિટલ (HOSPITAL) ગયો હતો અને તે પછી જ તેનો કોરોના ટેસ્ટ પોઝિટિવ (CORONA POSITIVE) આવ્યો છે, ત્યારે એવું માનવામાં આવે છે કે હોસ્પિટલમાં સ્કેન માટે ગયા પછી જ તેને આ વાયરસનો ચેપ લાગ્યો હોવો જોઇએ.

નિયમોનુસાર બાયો બબલમાંથી બહાર ગયેલા વ્યક્તિએ ત્યાંથી પરત આવીને ક્વોરેન્ટીન થવાનું હોય છે પણ તેના સ્થાને સ્કેન કરાવીને પાછા ફરેલા વરૂણ ચક્રવર્તીએ ક્વોરેન્ટીન થવાના સ્થાને દિલ્હી કેપિટલ્સ સામેની મેચ રમી હતી અને તેની એ બેદરકારીને કારણે જ આઇપીએલ બાયો બબલમાં વાયરસની એન્ટ્રી થઇ છે અને તે પછી તેના સાથી સંદીપ વોરિયરને પણ કોરોનાનો ચેપ લાગ્યો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. હાલમાં કેકેઆરની આખી ટીમ સ્પોર્ટ સ્ટાફ સહિત અમદાવાદ હોટલમાં ક્વોરેન્ટીન થઇ છે.

વરૂણ ચક્રવર્તી ગ્રીન ચેનલ દ્વારા બાયો બબલની બહાર ગયો હોવાની સ્પષ્ટતા
વરૂણ ચક્રવર્તી પોતાના ખભાના સ્કેન માટે બીસીસીઆઇના પ્રોટોકોલ અનુસાર ગ્રીન ચેનલ દ્વારા જ હોસ્પિટલ ગયો હતો. આ પ્રોટોકોલ અનુસાર ખેલાડી પીપીઇ કીટ (PPE KIT) પહેરીને ખાનગી વાહનમાં હોસ્પિટલ જઇ શકે છે અને તેની સારવાર માટે જે સ્ટાફ આવે છે તેણે પણ પીપીઇ કીટ પહેરવી જરૂરી છે. એવી સ્પષ્ટતા કરવામાં આવી છે કે વરૂણને હોસ્પિટલ લઇ જતી વખતે આ પ્રોટોકોલનું પાલન કરાયું હતું, જો કે તે છતાં વાયરસની એન્ટ્રી બાયો બબલમાં થઇ છે તે બાબત ચિંતાજનક તો છે જ.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top