SURAT

કોર્ટમાં કોરોના: આરોપીઓને કોર્ટમાં વિડીયો કોન્ફરન્સથી હાજર કરવા ડિસ્ટ્રિક્ટ જજે આદેશ કર્યો

સુરત: કોર્ટમાં કોરોના( CORONA)એ એટેક કરતાં હવે જ્યુડિશિયરી વિભાગ ફરીવાર સતર્ક થઇ ગયો છે. અલગ અલગ કોર્ટમાં રજૂ કરાતાં આરોપીઓને હવે કોર્ટ કેમ્પસ(COURT CAMPUS)માં એક જ કોર્ટ રૂમમાં લાવીને ત્યાંથી જે-તે કોર્ટમાં વિડીયો કોન્ફરન્સ(VIDEO CONFERENCE)થી રજૂ કરવા માટે ડિસ્ટ્રિક્ટ જજે આદેશ કર્યો હતો.શહેરમાં

દિવસે દિવસે કોરોનાના કેસો વધતા જાય છે. હાલમાં સુરતની કોર્ટમાં બે જજ, બે સ્ટેનોગ્રાફર અને એક ક્લાર્કને કોરોના પોઝિટિવ આવ્યો છે. જે કોર્ટના જજોને કોરોના આવ્યો છે ત્યાં જાહેર બોર્ડ પણ મારી દેવામાં આવ્યાં છે. બીજી તરફ કોર્ટમાં કોરોના સંક્રમણ વધવાની શક્યતા હોવાને કારણે ડિસ્ટ્રિક્ટ જજે સાવચેતીનાં પગલાં લેવાનું શરૂ કર્યું છે. બે દિવસ પહેલાં મીટિંગ કરીને બિનજરૂરી લોકોને કોર્ટમાં નહીં આવવા માટે સૂચના કરાઇ હતી.

આ ઉપરાંત જ્યુડિશિયરી વિભાગને જાણ કરી આરોપી તેમજ પક્ષકારોની સામે વોરંટ કે સમન્સ નહીં કાઢવાની પણ જાણ કરાઇ છે. ત્યારે આજે ડિસ્ટ્રિક્ટ જજ વી.કે.વ્યાસે એક પરિપત્ર જાહેર કર્યો હતો. જેમાં શહેર પોલીસ દ્વારા જે કોઇપણ આરોપીની ધરપકડ કરી તેને કોર્ટના એક સ્પેશિયલ રૂમ (SPECIAL ROOM)માં રજૂ કરવા કહ્યું છે. આ કોર્ટમાંથી જ જે-તે પોલીસ મથકની કોર્ટમાં વિડીયો કોન્ફરન્સથી રજૂ કરવા સૂચના આપવામાં આવી છે. કોર્ટમાં કોરોના ફેલાય નહીં તે માટે કડક નિયમોનું પાલન કરવા માટે પણ ડિસ્ટ્રિક્ટ જજ (DISTRICT JUDGE) દ્વારા પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે.

હવે માત્ર જામીનદારને જ કોર્ટમાં હાજર રહેવા સૂચના

ડિસ્ટ્રિક્ટ જજે વકીલ મંડળના પ્રમુખને પત્ર લખીને કહ્યું હતું કે, જ્યારે કોઇ આરોપીને જામીનમુક્ત કરવામાં આવે ત્યારે જામીનદાર તરીકે માત્ર એક જ વ્યક્તિને કોર્ટમાં હાજર રાખવો. જામીનદારની સાથે અન્ય લોકો પણ કોર્ટમાં આવતા હોય છે, પરંતુ હાલમાં કોરોનાની ગંભીર પરિસ્થિતિને ધ્યાને રાખી માત્ર જામીનદાર જ કોર્ટમાં હાજર રહે તેવી સૂચના આપવામાં આવી હતી.

કોરોનામાં અપાયેલી છૂટછાટ અને ચૂંટણી પ્રચારમાં બેફામ બનેલા રાજકારણીઓને કારણે સુરતમાં કોરોનાના કેસોમાં શરૂ થયેલો વધારો હવે ઓલટાઈમ હાઈ સુધી પહોંચી ગયો છે. સુરતમાં છેલ્લા ત્રણ દિવસથી ઓલટાઈમ હાઈ કેસ નોંધાઈ રહ્યાં છે. ગત વર્ષે કોરોનાની મહામારી પરાકાષ્ઠાએ હતી ત્યારે પણ સુરતમાં જેટલા કેસ નહોતાં તેટલા કેસ આ વખતે નોંધાઈ રહ્યાં છે. ગત વર્ષે 27મી નવેમ્બરના રોજ કોરોનાના સુરતમાં ઓલટાઈમ હાઈ 238 કેસ નોંધાયા હતાં. ત્યારબાદ ગત વર્ષે આનાથી વધારે કેસ નોંધાયા નહોતાં. ત્યારબાદ કેસમાં સતત ઘટાડો જ જોવા મળ્યો હતો.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top