ગાંધીનગર(Gandhinagar): રાજ્યમાં ધીરે ધીરે કોરોના (Corona) નબળો પડી રહ્યો છે. નવા કેસની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડા સાથે નવા કેસ 5000 ની અંદર આવી ગયા છે. આજે રાજ્યમાં નવા 4710 કેસ નોંધાયા છે. તો વળી બીજી બાજુ કોરોનાનો મૃત્યુઆંક હજુ પણ યથાવત રહ્યો છે. આજે વધુ 34 લોકોના મૃત્યું સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 10648 લોકોનાં મોત (Dead) થયા છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન નવા નોંધાયેલા કેસમાં અમદાવાદ શહેરમાં 1451, વડોદરા શહેરમાં 781, ગાંધીનગર શહેરમાં 242, વડોદરા ગ્રામ્યમાં 231, સુરત શહેરમાં 174, સુરત ગ્રામ્યમાં 165, મહેસાણામાં 147, બનાસકાંઠામાં 144, રાજકોટ શહેરમાં 137, ખેડામાં 115, આણંદમાં 114, ગાંધીનગર ગ્રામ્યમાં 105, કચ્છમાં 96, રાજકોટ ગ્રામ્યમાં 89, પાટણમાં 74, ભરૂચમાં 54, મોરબીમાં 53, જામનગર શહેરમાં 51, પંચમહાલમાં 50, તાપીમાં 45, સાબરકાંઠામાં 42, નવસારીમાં 39, ભાવનગર શહેરમાં 36, અમદાવાદ ગ્રામ્યમાં 33, ડાંગમાં 24, વલસાડમાં 23, જામનગર ગ્રામ્યમાં 22, છોટાઉદેપુરમાં 20, દેવભૂમિ દ્વારકામાં 20, ભાવનગર ગ્રામ્યમાં 19, અરવલ્લીમાં 18, દાહોદમાં 16, ગીર સોમનાથમાં 16, મહીસાગરમાં 15, સુરેન્દ્રનગરમાં 15, અમરેલીમાં 9, જૂનાગઢ શહેરમાં 8, નર્મદામાં 7, જુનાગઢ ગ્રામ્યમાં 5, પોરબંદરમાં 4 અને બોટાદમાં 1 નવો કેસ નોંધાયો છે.
તેવી જ રીતે રાજ્યમાં નવા 34 મૃત્યુમાં અમદાવાદ શહેરમાં 7, વડોદરા શહેરમાં 4, ગાંધીનગર શહેરમાં 1, સુરત શહેરમાં 4, મહેસાણામાં 1, બનાસકાંઠામાં 1, રાજકોટ શહેરમાં 1, રાજકોટ ગ્રામ્યમાં 2, ભરૂચમાં 2, મોરબીમાં 1, જામનગર શહેરમાં 3, ભાવનગર શહેરમાં 1, વલસાડમાં 1, ભાવનગર ગ્રામ્યમાં 4, પોરબંદરમાં 1 મોતનો સમાવેશ થાય છે. આ ઉપરાંત રાજ્યમાં આજે 51013 એક્ટિવ કેસ નોંધાયા છે. જેમાં 236 વેન્ટિલેટર પર અને 50777 સ્ટેબલ છે. આજે રાજ્યમાં 11184 દર્દીઓ સાજા પણ થયા છે. આમ રાજ્યનો રિકવરી રેટ 94.85 ટકા જેટલો છે.
રાજ્યમાં આજે 2.71 લાખ લોકોનું રસીકરણ
રાજયમાં આજે દિવસ દરમ્યાન 2.71 લાખ લોકોનું કોરોના સામે રસીકરણ કરાયું છે. જેમાં 25715 લોકોને પ્રિકોશન ડોઝ આપવામાં આવ્યાં છે. જ્યારે 45 વર્ષથી વધુ ઉમરના 3887 લોકોને રસીનો પહેલો ડોઝ અને 45 વર્ષથી વધુ ઉમરના 8445 લોકોને રસીનો બીજો ડોઝ આપવામા આવ્યો છે. તેવી જ રીતે 18 થી 45 વર્ષના 19290 લોકોને રસીનો પ્રથમ ડોઝ અને 18 થી 45 વર્ષના 59585 લોકોને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે, 15 થી 18 વર્ષ સુધીના 21521 લોકોને રસીનો પ્રથમ ડોઝ અને 15 થી 18 વર્ષ સુધીના 133024 લોકોને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે.
આ રસીકરણમાં રાજયના હેલ્થ કેર વર્કર તથા ફ્રન્ટલાઈન વર્કરનો પણ સમાવેશ થાય છે. રાજયમાં અત્યાર સુધીમાં 9,95,49,348 લોકોને રસી આપવામાં આવી છે.