સુરત: સમયની સાથે લોકોની જીવનશૈલી તેમજ તેમનાં ખોરાક બંનેમાં ઘણો બદલાવ આવી ગયો છે. જંકફૂડનું સેવન લોકોમાં વઘી ગયું છે જેના કારણે લોકોનું સ્વાસ્થ્ય કથળ્યું છે. આપણાં સ્વાસ્થ્ય માટે આપણે જ જાગૃત થવાની જરૂર છે. લોકોને પોતાના સ્વાસ્થ્ય માટે જાગૃત કરવા વિશ્વ આરોગ્ય દિવસ દર વર્ષે 7 એપ્રિલના (April) રોજ ઉજવવામાં (Celebrate) આવે છે. તે મેડિકલ ફેકલ્ટીના વ્યાપક યોગદાન અને સફળતાને ઓળખવાનો પ્રયાસ છે. આ વર્ષે વિશ્વ આરોગ્ય દિવસ 2022 ની ઉજવણી આપણો ગ્રહ, આપણું આરોગ્ય થીમ ઉપર કરવામાં આવશે.
કોરોનાએ (Corona) લોકોને શરીર (Body) અને સ્વાસ્થયનું (Health) મહત્મ સમજાવી દીધું છે. વર્ષના આ સમય દરમિયાન સ્વસ્થ રહેવાનું ખૂબ મહત્વ છે. સ્વસ્થનો અર્થ હંમેશા શારીરિક સ્વસ્થતા નથી, તેનો અર્થ માનસિક અને સામાજિક સુખાકારી પણ થાય છે. સ્વસ્થ લોકો વધુ ઉત્સાહી હોય છે. લોકોના સામાન્ય સ્વાસ્થ્ય અને સુખાકારી પ્રત્યે જાગૃતિ લાવવા માટે વિશ્વ આરોગ્ય દિવસની ઉજવણી કરવામાં આવે છે. વિશ્વ આરોગ્ય દિવસ દર વર્ષે 7 એપ્રિલના રોજ ઉજવવામાં આવે છે. મેડિકલ ફેકલ્ટીના વ્યાપક યોગદાન અને સફળતાને ઓળખવાનો આ એક પ્રયાસ છે. સારું સ્વાસ્થય ધરાવતા વ્યક્તિ માટે કોઈપણ પ્રકારની બિમારી અને મહામારી સામે પણ ટકી રહેવું સરળ બને છે. વિશ્વ આરોગ્ય દિવસના માધ્યમ દ્વારા વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનનો ધ્યેય લોકોને ખાસ રૂપે એચઆઈવી, ક્ષય રોગ, મેલેરિયા જેવી મહાબીમારીઓ માટે જાગૃત કરવાનો છે. આજે વિશ્વ ચિકિત્સાના ક્ષેત્રમાં ઘણું આગળ વધી ગયું છે. પણ બીજી તરફ લોકોની કથળતી જતી જીવનશૈલીને કારણે બીમારીઓ પણ વધી રહી છે. પરંતુ કોરોના બાદ સ્વાસ્થ્યને લઇને આજે વ્યક્તિએ પોતે વધુ જાગૃત થયા છે.
શારીરિક તંદુરસ્તી હાંસલ કરવા માટે નિયમિત વ્યાયામ સંતુલિત આહાર જરૂરી
નવી સિવિલ હોસ્પિટલની સરકારી મેડિકલ કોલેજમાં ફિઝિયોથેરાપીના ફેકલ્ટી ડૉ. નિશાંત તેજવાણીના જણાવ્યા અનુસાર શારીરિક તંદુરસ્તી હાંસલ કરવા માટે નિયમિત વ્યાયામ સંતુલિત આહાર પૂરતા પ્રમાણમાં પ્રવાહી અને પાણીનું સેવન પૂરતી માત્રામાં સારી ઊંઘ ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. માનસિક અને ભાવનાત્મક વેલ્ડીંગ પ્રેક્ટિસ માટે પ્રાણાયામ ધ્યાન ઔર ધ્યાન સ્થળ ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.