National

મહિલા સાંસદ પેટ ડોગ લઈ સંસદ પહોંચતા વિવાદ, ભાજપે કાર્યવાહીની માગણી કરી

સંસદના શિયાળુ સત્રની શરૂઆત આજે તા.1 નવેમ્બરે થઈ છે. આ સત્ર લગભગ 19 દિવસ ચાલવાનું છે અને કુલ 15 જેટલી બેઠકો રાખવામાં આવી છે. વિરોધ પક્ષોએ SIR, આંતરિક સુરક્ષા તેમજ લેબર કોડ જેવા મહત્વના મુદ્દાઓ પર ચર્ચાની માગ કરી પરંતુ સત્રના પ્રથમ જ દિવસે એક અલગ જ ઘટના ચર્ચાનો મુદ્દો બની ગઈ.

કોંગ્રેસની મહિલા સાંસદ રેણુકા ચૌધરી તેમના પાલતુ કૂતરાને કારમાં લઈને સંસદ ભવન પહોંચ્યા હતા. તેમની આ હરકતે તરત જ રાજકીય વિવાદ ઉભો કર્યો. ભાજપે આને સંસદની ગૌરવ પર પ્રશ્નચિન્હ મૂકે તેવો કિસ્સો ગણાવ્યો અને તાત્કાલિક કાર્યવાહીની માગણી કરી.


આ મુદ્દે રેણુકા ચૌધરીને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે તીખો જવાબ આપતા કહું કે “મુંગું જાનવર અંદર આવી ગયું તો શું તકલીફ? કરડવાવાળાં તો સંસદની અંદર જ છે!” તેમના આ નિવેદનથી વિવાદ વધુ વકર્યો.

ભાજપના સાંસદ જગદંબિકા પાળે કડક પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું કે સંસદમાં દેશની નીતિઓ નક્કી થાય તેવું સર્વોચ્ચ સ્થળ છે અને અહીં સાંસદોને મળેલા વિશેષાધિકારોનો દુરુપયોગ ન થવો જોઈએ. જગદંબિકારે આ ઘટનાને લોકતંત્રનું અપમાન ગણાવી અને કહ્યું: “ડોગ લઈને આવવું અને પછી આવી ટિપ્પણી કરવી એ દેશને શરમાવતું છે. તેમની સામે પગલા લેવો જોઈએ.”

ત્યારબાદ રેણુકા ચૌધરીએ સરકાર પર પણ સવાલ ઉઠાવ્યા. તેમણે આરોપ લગાવ્યો કે સરકાર સંસદ સત્રને એક મહિનાથી ઘટાડીને માત્ર 15 દિવસનું રાખવા પાછળ કંઈક છુપાવી રહી છે.

તેમણે કહ્યું “શું સરકાર ડરે છે કે અમે કયા મુદ્દાઓ ઉઠાવીશું? સત્ર ઘટાડવાનો નિર્ણય કેમ કર્યો? શું મુદ્દાઓ ઓછા હતા?”

આ સમગ્ર ઘટનાને કારણે શિયાળુ સત્રના પ્રથમ દિવસે જ રાજકીય ગરમાવો વધ્યો છે.

Most Popular

To Top