નવી દિલ્હી: રાજસ્થાનમાં (Rajasthan) રક્ષક જ ભક્ષક બન્યો છે. દૌસામાં દુષ્કર્મની (Rape) એક ચોંકાવનારી ઘટના સામે આવી છે જેમાં એક સબ ઇન્સ્પેક્ટરે (Inspector) પોતાના હોદ્દાનો દુરૂપયોગ કરી ચાર વર્ષની માસુમ બાળકી પર દુષ્કર્મ ગુજાર્યું હોવાનું સામે આવ્યું છે. આ ઘટનામાં ઓન ડ્યુટી સબ ઇન્સ્પેક્ટરની દાનત બગડતા તેણે પોલીસ કોન્સ્ટેબલની (constables) બાળકીને જ ભોગ બનાવી હતી.
મળતી માહિતી મુજબ આરોપી કોનસ્ટેબલ બાળકીને લાલચ આપીને ભાડાના રૂમમાં લઈ ગયો જ્યાં તેણે તેના પર કથિત રીતે બળાત્કાર કર્યો હતો. ત્યાર બાદ ગ્રામજનો રાહુવાસ ગામમાં સ્થાનિક પોલીસ સ્ટેશનની આસપાસ એકઠા થયા હતા અને આરોપીને પોલીસને સોંપતા પહેલા માર માર્યો હતો.
બીજેપી સાંસદ કિરોડી લાલ મીણાએ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર બે વિડિયો ક્લિપ શેર કરી હતી. જેમાં ગ્રામજનોને પોલીસ કોન્ટેબલ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરતા જોઇ શકાય છે. બીજેપી સાંસદ મીણાએ લખ્યુ હતુ કે “લાલસોટમાં સાત વર્ષની દલિત બાળકી પર પોલીસકર્મી દ્વારા બળાત્કારની ઘટનાને લઈને લોકોમાં ભારે ગુસ્સો છે. હું માસૂમ બાળકીને ન્યાય અપાવવા માટે ઘટના સ્થળે પહોંચ્યો છું,” વધુમાં મીણાએ બાળકીના પરિવાર માટે ₹50 લાખના વળતરની પણ જાહેરાત કરી હતી.
આ ઘટના અંગે બાળકીએ તેના પરિવારજનોને જાણ કરતાં જ સમગ્ર રાહુવાસ વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. ગ્રામજનોએ પોલીસ સ્ટેશનને ઘેરી લીધું હતું અને પોલીસ વિરુદ્ધ સૂત્રોચ્ચાર શરૂ કર્યા હતા. વધુમાં ગ્રામજનોએ આરોપી સબ-ઇન્સ્પેક્ટરની ધરપકડ અને રાહુવાસ પોલીસ સ્ટેશનના સમગ્ર સ્ટાફને બદલવાની માંગણી કરી હતી. લોકોની ભારે ભીડને ધ્યાનમાં રાખી દૌસામાં પોલીસનો મોટો કાફલો ઘટના સ્થળે મોકલવામાં આવ્યો હતો.
બાળકીના પિતા જયપુર પોલીસમાં કોન્સ્ટેબલ છે અને તેઓ તેમની નાઇટ ડ્યુટી પરથી પરત ફર્યા હતા. ત્યારે તેઓને સમગ્ર બનાવની જાણ થઇ હતી. જેથી ફરિયાદ નોંધાવવા માટે રાહુવાસ પોલીસ સ્ટેશન ગયા હતા. પરંતુ તેમની ફરીયાદ કોઇએ સ્વીકારી ન હતી. સ્થાનિકોના વિરોધ બાદ પોલીસે ફરિયાદ નોંધી અને પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ એક્ટ (POCSO)ની કલમો હેઠળ એસઆઇની ધરપકડ કરી હતી.
સમગ્ર મામલે બીજેપી સાંસદ રાજ્યવર્ધન સિંહ રાઠોડે કહ્યુ હતુ કે, “રાજસ્થાનમાં દરરોજ આવી ઘટનાઓ બને છે. તેમજ રાજસ્થાનમાં 35,000 મહિલાઓ સામે જાતીય શોષણ થઈ રહ્યુ છે અને આ વાતાવરણ માટે રાજસ્થાન કોંગ્રેસના ધારાસભ્યોનો વાંક છે. લોકો શું જોશે?… આ પર્યાવરણને બગાડવાની વાત છે… આ સમગ્ર જવાબદારી સીએમ અને ગૃહમંત્રી અશોક ગેહલોતની છે.”