જમ્મુ કાશ્મીર (J & K)માં કાર્યરત આતંકવાદી સંગઠનો (TERRORISM GROUP) હવે પંજાબ (PUNJAB)માં અભ્યાસ કરતા કાશ્મીરી વિદ્યાર્થી (KASHMIRI STUDENTS)ઓને કાશ્મીર ખીણમાં હથિયારોની દાણચોરી માટે વાપરી રહ્યા છે. પત્રકારોને સંબોધન કરતા ડીજીપી દિલબાગસિંહે કહ્યું કે ચંદીગઢમાં નર્સિંગ (NURSHING)નો અભ્યાસ કરનારો કાશ્મીરી વિદ્યાર્થી સાત કિલોની આઈડી સાથે પકડી પાડવામાં આવ્યો છે. અને તેની ધરપકડ (ARREST) થયા પછી જ તેનો ખુલાસો થયો છે. ડીજીપીએ કહ્યું કે દેશમાં આતંકવાદી ઘટનાઓને અંજામ આપવા માટે કાશ્મીરમાં આતંકીઓએ બિહારથી શસ્ત્રોની ખરીદી શરૂ કરી દીધી છે. આ માટે કાશ્મીરની બહાર અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનો આશરો લેવામાં આવી રહ્યો છે. અને ગેરકાયદેસર શસ્ત્રો ફક્ત તે વિદ્યાર્થીઓ દ્વારા જ કાશ્મીર ખીણમાં દાણચોરી કરવામાં આવી રહી છે.
પોલીસની પ્રશંસા કરતાં ડીજીપીએ કહ્યું કે પોલીસ આતંકવાદીઓની નવી પધ્ધતિને જ સમજી શકતી નથી પરંતુ આ કેસમાં સફળ અભિયાન ચલાવ્યું હતું અને તેનો ખુલાસો કર્યો હતો જે મોટી વાત છે. આ એક મોટો ખુલાસો કર્યો અને બે લોકોની ધરપકડ કરી હતી. ડીજીપીએ ખુલાસો કર્યો કે દેશમાં હોબાળો મચાવવા માટે આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબાએ ખીણમાં રેઝિસ્ટન્સ ફ્રન્ટ (TRF ) અને આતંકવાદી સંગઠન લશ્કર-એ-મુસ્તફા (LEM) ની રચના કરી છે જે લશ્કર-એ-તૈયબા માટે કામ કરે છે. તાજેતરમાં, રેઝિસ્ટન્ટ ફ્રન્ટના આતંકવાદી ઝુહદ અહમદ રાથર (Rather) અને લશ્કર-એ-મુસ્તફાના આતંકી મલિક હિદાતુલ્લાહની ધરપકડ કરવામાં આવી છે. મલિક હિદાતુલ્લાહની અનંતનાગ પોલીસે 6 ફેબ્રુઆરી (February)એ જમ્મુ જિલ્લાના કુંજવાનીથી ધરપકડ કરી હતી, જ્યારે ઝહુદ અહમદ રાથરને 1 ફેબ્રુઆરીએ સામ્બા જિલ્લાના બ્રહ્મના વિસ્તારથી ધરપકડ કરવામાં આવી હતી.
લશ્કર-એ-મુસ્તફાનો કમાન્ડર જૈસ-એ-મોહમ્મદ (JAISH-E-MOHAMMAD) સમર્થિત આતંકવાદી હુમલો કરવા માટે ઘણા સમયથી વિચાર કરી રહ્યો હતો. અને ઘણા નુસ્ખા પણ અપનાવ્યા હતા, જેમાં ટનલ દ્વારા અને ટસ્કીરથી સરહદ પારથી આવતા ડ્રગ્સની સપ્લાયમાંથી કમાણી કરીને, આતંકી પ્રવૃત્તિઓ કરવા માટે દારૂગોળો અને શસ્ત્રો (WEAPON) એકત્રિત કરી રહ્યો હતો. દિલબાગસિંહે ખુલાસો કર્યો કે હિદાતુલ્લાહ મલિકની પૂછપરછમાં ખુલાસો થયો છે કે તે જયેશ-એ-મોહમ્મદ કમાન્ડર નેગ્રુનો નજીકનો હતો, જે સુરંગ દ્વારા પાકિસ્તાન ભાગી ગયો હતો. પરંતુ તે પહેલાં તે જમ્મુમાં પાકિસ્તાનથી શસ્ત્રોની કન્સાઇમેન્ટ મેળવતો હતો. ત્યારથી, નેંગ્રુ ઉર્ફે ડોક્ટર પાકિસ્તાની એજન્સીઓના કહેવાથી કાશ્મીરમાં આતંકવાદી પ્રવૃત્તિઓનું નિર્દેશન કરે છે.