Gujarat

અમદાવાદ માટે કોંગ્રેસનું મેનિફેસ્ટો – વિકાસ અને સુવિધાઓ પર ભાર

અમદાવાદ, તા. 6

અમદાવાદ શહેર માટે કોંગ્રેસ દ્વારા “અમદાવાદ મેનિફેસ્ટો 2026” જાહેર કરવામાં આવ્યોં છે, જેમાં શહેરના સર્વાંગી વિકાસ, આધુનિક સુવિધાઓ અને નાગરિકોને વધુ સારી જીવનશૈલી આપવાના વચનો આપવામાં આવ્યા છે.

પ્રદેશ કોંગ્રેસ દ્વારા આજે અમદાવાદમાં મનપાની ચૂંટણી માટે મેનિફેસ્ટો જાહેર ક્યો હતો. અમદાવાદ શહેરના ઈન્ફ્રાસ્ટ્રક્ચર, આરોગ્ય, શિક્ષણ અને પર્યાવરણને કેન્દ્રમાં રાખીને વિવિધ મહત્વાકાંક્ષી યોજનાઓ જાહેર કરી છે.

શહેરના વિકાસ માટે મહત્વના વચનો

મેનિફેસ્ટોમાં શહેરના રોડ-રસ્તા અને ટ્રાફિક સમસ્યાનો ઉકેલ લાવવા માટે આધુનિક ફ્લાયઓવર અને ઈન્ટરચેન્જ બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. સાથે જ નવા રહેણાંક પ્રોજેક્ટ્સ દ્વારા નાગરિકોને સુવિધાસભર આવાસ આપવાનો દાવો કરવામાં આવ્યો છે.

પાણી અને સ્વચ્છતા પર ખાસ ધ્યાન

શહેરમાં શુદ્ધ પીવાના પાણીની વ્યવસ્થા મજબૂત બનાવવાની સાથે ગટર અને ડ્રેનેજ સિસ્ટમ સુધારવા માટે પણ મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. ગંદા પાણીના શુદ્ધિકરણ માટે આધુનિક પ્લાન્ટ્સ સ્થાપવાની યોજના પણ મેનિફેસ્ટોમાં સામેલ છે.

આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રે સુધારા

કોંગ્રેસે સરકારી હોસ્પિટલો અને શાળાઓને આધુનિક સુવિધાઓથી સજ્જ કરવાની વાત કરી છે. નાગરિકોને વધુ સારી આરોગ્ય સેવાઓ મળે તે માટે નવા હેલ્થ સેન્ટરો અને સુવિધાઓ વિકસાવવાનો ઉદ્દેશ વ્યક્ત કર્યો છે.

પર્યાવરણ અને જીવનશૈલી

મેનિફેસ્ટોમાં ગ્રીન અમદાવાદ બનાવવા માટે વૃક્ષારોપણ, પાર્ક અને ખુલ્લી જગ્યાઓ વધારવા તથા પ્રદૂષણ ઘટાડવા માટે પગલાં લેવાની વાત કરવામાં આવી છે.

Most Popular

To Top