અમદાવાદ: ગુજરાતમાં આગામી ચૂંટણીઓમાં કોંગ્રેસ હવે નવી રણનીતિ સાથે ચૂંટણી મેદાનમાં ઉતારવાની તૈયારીઓ શરૂ કરી છે. આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં કોંગ્રેસ હવે નવા યુવા ચહેરાઓને ચૂંટણી મેદાનમાં ઉતારશે. જુના જોગીઓનો અનુભવ અને નવા યુવાનોનો જુસ્સો આ બંનેના તાલમેલ સાથે કોંગ્રેસ હવે નવી રણનીતિ સાથે ચૂંટણી જંગમાં ઉતરશે.
ગુજરાતમાં કોંગ્રેસે આગામી સ્થાનિક સ્વરાજ્ય સહિત વિધાનસભાની ચૂંટણીઓમાં યુવા કાર્યકર્તાઓને પ્રાધાન્ય આપવા દિલ્હી હાઈ કમાન્ડ દ્વારા આદેશ કરવામાં આવ્યો છે. જેને પગલે પ્રદેશમાં હવે નવી રણનીતિ તૈયાર કરાઈ રહી છે. જેમાં યુવાનોને ચૂંટણી મેદાનમાં ઉતારવામાં આવશે. કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધી દ્વારા તૈયાર કરાયેલી નવી રણનીતિના ભાગરૂપે દિલ્હીથી એક ટીમ ગુજરાતમાં યુવાનોને ચૂંટણી જગમાં ઉતારવા અંગેની રણનીતિ તૈયાર કરવા મોરચો સંભાળ્યો છે. ગુજરાતમાં હવે પછીની તમામ ચૂંટણીઓમાં નવા અને યુવા ચહેરાવો જોવા મળી શકે છે.