Business

પવન ખેડા પર બખેડો : આસામમાં કેસ દાખલ, દિલ્હી એરપોર્ટ ઉપર ધરપકડ

નવી દિલ્હી : કોંગ્રેસના નેતા (Congress Leader) પવન ખેડાને (Pawan Kheda) દિલ્હી એરપોર્ટ (Delhi Airport) ઉપર ધરપકડ (Arrest) થઇ છે. દિલ્હી પોલીસે (Delhi Police) એવો દાવો કર્યો છે કે નિયમો મુજબ આસામ પોલીસની (Assam Police) અપીલને કારણે તેમની ઉપર કાર્યવાહી કરવામાં આવી હતી. પવન ખેડા રાયપુર એરપોર્ટ ઉપરથી ફ્લાઈટમાં મુસાફરી કરી રહ્યા હતા તે દરમ્યાન તેમને રાયપુર જવા માટે રોકવામાં આવ્યા હતા. હવે આ મામલાને છત્તીસગઢમાં કોંગેર્સ અધિવેશન સાથે જોડવામાં આવી રહ્યો છે. કોંગેર્સએ એવા આરોપો પણ લગાવ્યા છે કે રાયપુરમાં યોજાનારા રાષ્ટ્રીય અધિવેશનને તોડવા માટે આ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. હાલમાં જ કોંગ્રેસના નેતા પવન ખેડાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) વિરુદ્ધ વિવાદસ્પદ ટિપ્પણીઓ કરી હતી. જેને લઇને ભાજપે તેમની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી.અને હવે જયારે પવન ખેડાની ધરપકડ કરાઈ છે ત્યારે દિલ્હી એરપોર્ટ ઉપર જ કોંગ્રેસી કાર્યકરોએ વિરોધ અને ધારણા પ્રદર્શન કર્યા છે.

પવન ખેરાએ ટ્વીટ કરીને કહ્યું, મને કહેવામાં આવ્યું હતું કે તમારા સામાનમાં થોડી સમસ્યા છે, જ્યારે મારી પાસે માત્ર એક હેન્ડબેગ છે. જ્યારે ફ્લાઈટમાંથી નીચે આવ્યા ત્યારે કહેવામાં આવ્યું કે તમે જઈ શકતા નથી. પછી કહેવામાં આવ્યું- DCP તમને મળશે. હું લાંબા સમયથી રાહ જોઈ રહ્યો છું. નિયમો, કાયદાઓ અને કારણોનો કોઈ છાંટો નથી.

કોંગ્રેસને નેતા દિલ્હી એરપોર્ટ ઉપર ધારણા ઉપર બેઠા
દિલ્હી એરપોર્ટ ઉપર જયારે પવન ખેડાની અટકાયત કરવામાં આવી છે તેવા સમાચારો વાયુ વેગે ફેલાઈ ગયા હતા. આ દરમ્યાન એરપોર્ટ ઉપર તેમને રિસીવ કરવા આવેલા અન્ય કોંગ્રેસી કાર્યકરોએ તેનો ખુબ વિરોધ કર્યો હતો.પણ દિલ્હી પોલીસે તેમને મચક આપી ન હતી દરમ્યાન મોટી સંખ્યામાં કાર્યકરો એરપોર્ટ ઉપર ઉપસ્થિત થઇ ગયા હતા અને ત્યાર બાદ બધા એરપોર્ટ ઉપર જ બેસી ગયા હતા અને સૂત્રોચ્ચાર કરવાનું શરુ કરી ધારણા ઉપર બેસી ગયા હતા.

કોંગ્રેસનો દાવો – ખેડાને ફ્લાઈટ માંથી ઉતારી દેવાયા હતા
કોંગ્રેસે ટ્વિટ કર્યું કે આજે કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ ઈન્ડિગો ફ્લાઈટ 6E-204 દ્વારા દિલ્હીથી રાયપુર જઈ રહ્યા હતા. દરેક વ્યક્તિ ફ્લાઈટમાં ચઢી ગયા હતા. તે જ સમયે અમારા નેતા પવન ખેડાને ફ્લાઈટમાંથી ઉતરવાનું કહેવામાં આવ્યું. આ તાનાશાહી વલણ છે. સરમુખત્યારે સંમેલન પહેલા EDના દરોડા પાડ્યા અને હવે તેણે આવા કૃત્યનો આશરો લીધો છે. વાસ્તવમાં છત્તીસગઢની રાજધાની રાયપુરમાં આવતીકાલથી કોંગ્રેસનું સત્ર શરૂ થવા જઈ રહ્યું છે.

પીએમ પર વિવાદસ્પદ ટિપ્પણી કરી હતી
આખો મામલો એવો છે કે પવન ખેડાએ તાજેતરમાં અદાણીના મુદ્દે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે, જો અટલ બિહારી વાજપેયી JPC બનાવી શકે છે તો નરેન્દ્ર ‘ગૌતમ દાસ’ મોદીને શું વાંધો છે? જો કે નિવેદન આપ્યા પછી, ખેડાએ તેમની આસપાસના લોકોને પૂછ્યું કે શું તેમણે વડાપ્રધાનનું મધ્યમ નામ યોગ્ય રીતે કહ્યું છે.

નામ દામોદર દાસ પણ કામ ગૌતમ દાસ જેવું-ખેડા
કોંગ્રેસના પ્રવક્તા ખેડાએ ફરી કહ્યું કે ‘નરેન્દ્ર ગૌતમદાસ મોદીને શું વાંધો છે?’ કોંગ્રેસના નેતાએ પાછળથી પૂછ્યું, ‘આ ગૌતમ દાસ છે કે દામોદર દાસ?’ આ દરમિયાન પવન ખેડા હસે છે અને ટોણો મારતા કહે છે કે ભલે નામ દામોદર દાસ હોય પણ તેમન કામ ગૌતમ દાસ સમાન જ છે પછી કરવામાં આવેલા એક ટ્વીટમાં ખેરાએ સ્પષ્ટતા કરી કે તેઓ હકીકતમાં વડાપ્રધાનના નામને લઈને મૂંઝવણમાં હતા.

Most Popular

To Top