કોંગ્રેસે દક્ષિણ ભારતમાં તેની એક માત્ર સરકાર પુડુચેરીમાં ગુમાવી. તા. 22મી ફેબ્રુઆરીએ મુખ્ય પ્રધાન વી. નારાયણ સ્વામીએ વિશ્વાસનો મત ગુમાવવા સાથે રાજીનામુ આપવું પડયું હતું. તેમણે વિધાનસભાની મુદત પૂરી થાય તેના મહિના અને ચૂંટણી પંચ નવી ચૂંટણી જાહેર કરે તેના ત્રણ મહિના પહેલાં!
નારાયણ સ્વામી કોંગ્રેસ-દ્રવિડ મુનેત્ર કળગમની સરકારનું નેતૃત્વ કરતા હતા અને તેમને ટેકો આપનારા ધારા સભ્યોએ એક પછી એક રાજીનામા ધરી દેતા સરકાર કટોકટીમાં આવી ગઇ હતી. નારાયણ સ્વામી અને તેમના પ્રધાનોએ આ રાજકીય કટોકટી માટે ભૂતપૂર્વ લેફટેનંટ ગવર્નર કિરણ બેદી અને ભારતીય જનતા પક્ષની આગેવાની હેઠળની કેન્દ્ર સરકારને દોષ દીધો હતો.
નારાયણ સ્વામીના કેટલાક ટેકેદારો ભારતીય જનતા પક્ષના પડખામાં ભરાઇ ગયા હતા. આ કટોકટી ઘેરી બને તે પહેલાં કેન્દ્ર સરકારે તા. 16મી ફેબ્રુઆરીએ ઓચિંતા કિરણ બેદીને લેફટેનંટ ગવર્નર પદેથી હઠાવી દીધા હતા.
તેલંગણાના રાજયપાલ તામિલનાડુ સુંદરાજનને પુડુચેરીનો વધારાનો અખત્યાર સોંપવામાં આવ્યો હતો. નારાયણ સ્વામી અને કોંગ્રેસને કિરણ બેદી સામે મુદ્દો ચગાવતા રોકવા માટે જ ચાલાકીથી કિરણ બેદીને પુડુચેરીમાં લેફટેનંટ ગવર્નર પદેથી હઠાવવાની ચાલાકી ભરી ચાલ રમી હતી અને આ ચાલાકી પાછળ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ પ્રધાન અમીત શાહની ભૂમિકા નવો વ્યૂહ ઉજાગર કરે છે.
ભારતીય જનતા પક્ષે તામિલનાડ અને કેરળમાંપણ ચૂંટણી આવે તે પહેલા આ જ કુટિલતા અપનાવી હતી. શાસક કોંગ્રેસની આગેવાની હેઠળના ગઠબંધનપદેથી છ ધારાસભ્યોએ ગત જાન્યુઆરીની મધ્યમાં રાજીનામું આપી દેતાં નારાયણ સ્વામીની સરકાર લઘુમતીમાં આવી ગઇ હતી.
સરેરાશ રીતે પુડુચેરીનો એક ધારાસભ્ય 20000થી 25000 મતદારોનું પ્રતિનિધિત્વ કરે છે જે કોઇ પણ મહાનગર પાલિકાના એક વોર્ડ જેટલી સંખ્યા કહેવાય. પુડુચેરીના રાજકારણની પ્રકૃતિ એ છે કે દરેક વિધાનસભા મત વિસ્તારનું કદ એવું છે કે કોઇ પણ ધારાસભ્ય માટે પાટલી બદલવાનું સહેલું છે. તામિલનાડુમાં ભારતીય જનતા પક્ષે ગઠબંધન કરી ચાર વર્ષમાં શાસક ઓલ ઇન્ડિયા અન્ના દ્રવિડ મુનેત્ર કઝગમ એઆઇએ ડીએમકે પર વર્ચસ્વ મેળવી લીધું તેમ પુડુચેરીમાં પણ ભારતીય જનતા પક્ષ લાભમાં છે.
આ કંઇ નાની-સૂની ઘટના નથી. કોંગ્રેસ કેરળમાન નહીં જીતે તો તે દક્ષિણના કોઇ પણ રાજયમાં સત્તા પર નહીં રહે.
કેરળમાં અત્યારે ડાબેરીઓનું શાસન છે અને આવતા એપ્રિલ-મેમાં ચૂંટણી થશે ત્યારે ફરી સત્તા પર આવવાની ખ્વાહીશ રાખે છે.
કર્ણાટકમાં એચ.ડી. કુમારસ્વામીની આગેવાની હેઠળનું કોંગ્રેસ-જનતા દળ (સેકયુલર)નું ગઠબંધન તૂટી પડયુન તે 2019થી ભારતીય જનતા પક્ષનું શાસન છે.
દક્ષિણી રાજયોમાં તેલંગણા રાષ્ટ્ર સમિતિ (ટી.આર.એસ.) 2014થી તેલંગણામાં શાસન કરે છે. આંધ્રમાં વાયા એસ.આર. કોંગ્રેસના વડપણ હેઠળ જગમોહન રેડ્ડી શાસન કરે છે.
2016માં જય લલિતાનું નિધન થયા પછી તામિલનાડની એ.આર.એ.ડી.એમ.કે.ની સરકાર ટકી રહેવા માટે મોદી અને અમીત શાહ પાસેથી પ્રાણવાયુ મેળવે છે.
પુડુચેરીમાં છેલ્લામાં છેલ્લી કટોકટી માટે કિરણ બેદી કારણભૂત હતા? તેઓ લેફટેનંટ ગવર્નર પદે હતા તેમાં ભારતીય જનતા પક્ષને ચોક્કસપણે ફાયદો થયો. છેલ્લા ચાર વર્ષથી તેઓ રાજરમત રમે છે. નારાયણ સ્વામી તેમના પર ચૂંટાયેલી સરકાર કરવાના શાસનને ખોરવવાનો આક્ષેપ કરે છે.
સૌ પ્રથમ ભારતીય જનતા પક્ષે કિરણ બેદીને નારાયણ સ્વામી સામેના ભ્રષ્ટાચારના મુકદ્દમા ખોલાવી ઘણા દાવા સી.બી.આઇ.ને સોંપવા દીધા. ચાર વર્ષથી આ ખેલ ચાલતો રહયો અને નારાયણ સ્વામી કિરણ બેદી પર તેમની સરકારની કામગીરીમાં વાતવાતમાં અવરોધ નાંખતા હોવાના આક્ષેપ કર્યા છે અને કહયું છે કે કિરણ બેદી મારા તમામ નિર્ણયોને અવરોધી
રહયા છે.
કિરણ બેદીએ ચૂંટાયેલી સરકારની સત્તાને પડકારી અને શાસન સંબંધી દરેક વાતમાં દખલ કરતા રહયા. સાથોસાથ તેમણે સામાન્ય લોકો માટે વહીવટને સરળ પણ બનાવ્યો અને સરકારની કામગીરી પારદર્શક બનાવી. તેમણે કોંગ્રેસના ઘણા વિવાદાસ્પદ સોદા અને નિર્ણયો રોકયા.
મુખ્યપ્રધાન તરીકે જેમણે ઘણી લડાઇઓ લડવાની હતી તે નારાયણ સ્વામીએ અનુભવ્યું કે કિરણ બેદી કલ્યાણ યોજનાઓ અને પાયાની વહીવટી પ્રક્રિયાનો અમલ કરવા સામે પણ રોડા નાંખે છે. તેમની સરકાર કંઇ કરતી દેખાઇ જ નહીં! હકીકતમાં નારાયણ સ્વામીએ રાષ્ટ્રપ્રમુખ રામનાથ કોવિંદને આવેદનપત્ર આપી કિરણ બેદીને પાછા બોલાવી લેવાની પણ માંગણી કરી હતી.
છ દિવસ પછી રાષ્ટ્રપ્રમુખ કોવિંદે એક હુકમ કર્યો જેને પગલે કિરણ બેદી પુડુચેરીના લેફટેનંટ ગવર્નરપદે નહીં રહયા. તેમને તેમના અનુગામી શપથ લેત્યાન સુધી પદ પર ચાલુ રહેવા પણ નહીં કહેવાયું.
સામાન્ય રીતે આવી પરિસ્થિતિ ઉદ્ભવે છે ત્યારે તામિલનાડના રાજયપાલને પુડુચેરીનો અખત્યાર સોંપાતો હતો. દૂરના તેલંગણાના રાજયપાલને પુડુચેરીનો અખત્યાર સોંપાયો હોય તેવો આ પ્રથમ બનાવ છે. તે તામિલનાડમાં ભારતીય જનતા પક્ષના પ્રમુખ હતા. ગમે તે હોય, પુડુચેરીમાં ત્રણ માસની અંદર જ ચૂંટણી આવી રહી છે. ભારતીય જનતા પક્ષ એન. રામસ્વામી કોંગ્રેસ જેવા પ્રાદેશિક વિરોધ પક્ષના સથવારે આ દક્ષિણના કેન્દ્ર શાસિત પ્રદેશમાન સત્તા કબજે કરવા કૃતનિશ્ચયી છે.
- આ લેખમાં પ્રગટ થયેલાં િવચારો લેખકનાં પોતાના છે.

You must be logged in to post a comment Login