અમદાવાદ: લોકતંત્રના મહાપર્વનું ચૂંટણી કમિશન દ્વારા ચૂંટણી (Election) તારીખોની જાહેરાત કરવામાં આવી છે, ગુજરાતની (Gujarat) સાડા છ કરોડની જનતા કોંગ્રેસ (Congress) પાર્ટીને જીતાડવા માટે થનગની રહી છે. ફાસીવાદી – તકવાદી – તાનાશાહી સરમુખત્યારશાહી તાકતોને હરાવવા ગુજરાતની જનતા મન બનાવી ચુકી છે. ગુજરાતની 6.50 કરોડ જનતા તા.1, 5 ડીસેમ્બરના રોજ પરિવર્તન સંકલ્પ દિવસ અને તા. 8 ડીસેમ્બર, પરીવર્તન વિજય દિવસ તરીકે ઉજવવા માટે 52000 થી વધુ બુથ પર જંગી મતદાન સાથે જનસમર્થન – જનઆશીર્વાદ આપવા કોંગ્રેસ પક્ષને વોટ કરશે, તેવું વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષ 125થી વધુ બેઠકો સાથે જનતાની સરકાર બનાવશે. તેવા પરિવર્તન સંકલ્પ સાથે રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રવક્તા આલોક શર્માએ જણાવ્યું હતું.
આલોક શર્માએ વધુમાં કહ્યું હતુ કે માત્ર “ધુમાડો કાઢતી” ડબલ એન્જીનવાળી ભાજપ સરકારના કુશાસનમાં મોંઘવારી, બેરોજગારી, ભ્રષ્ટાચાર અને ખેડૂતો ઉપરના અત્યાચારોમાં ગુજરાતની જનતા પીસાઈ રહી છે. જ્યારે પણ સી.બી.આઈ., ઈ.ડી. અને ચૂંટણી આયોગ પર કોંગ્રેસ પક્ષ સવાલો ઉઠાવે ત્યારે ભાજપના નેતાઓ, આગેવાનો, પ્રવક્તાઓ તેમના લુલાબચાવમાં કેમ ઉતરી આવે છે ? તેનો જવાબ ગુજરાતની જનતા જાણવા માંગે છે. ગુજરાતની જનતા ભાજપના ગાલ ઉપર રાજનૈતિક તમાચો બુલેટ થી નહી પણ બેલેટથી કોંગ્રેસ પક્ષને વોટ આપી કરશે. ગુજરાતની જનતા આ વખતે ખુબ જ સચેત છે અને ભાજપાની સરકારને ઉખાડી ફેંકશે. મહાત્મા ગાંધી અને સરદાર સાહેબનુ ગુજરાત શાંતિ અને સલામતી માટે ઓળખાય છે પરંતુ ભાજપના શાસનમાં આજે ડ્રગ્સનો બેરોકટોક કારોબાર અને ઠેરઠેર દારૂના અડ્ડાઓ ફુલ્યા ફાલ્યા છે રાજ્યમાં આજે હોમડીલીવરીથી દારૂ અને ડ્રગ્સનું વેચાણ થાય છે. જેણે ભાજપના ભ્રષ્ટ સરકારી તંત્રની પોલ ખોલી નાખી છે.