Gujarat

ગુજરાત વિધાનસભાની ચુંટણી માટે કોંગ્રેસે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી

ગાંધીનગર: ગુજરાત(Gujarat)માં વિધાનસભાની ચૂંટણી(Election)ની જાહેરાત બાદ તમામ રાજકીય પાર્ટીઓ સક્રિય થઈ ગઈ છે. આ વખે ગુજરાતમાં ત્રીપાંખિયો જંગ ખેલાશે. બીજેપી(BJP), કોંગ્રેસ(Congress) સિવાય આમ આદમી પાર્ટી (AAP) પણ ટક્કર આપતી જોવા મળી રહી છે. ચૂંટણી જીતવા માટે તમામ પક્ષો મહેનત કરી રહ્યા છે. આ બધાની વચ્ચે કોંગ્રેસે શુક્રવારે મોડી રાત્રે ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 માટે ઉમેદવારો(Candidate)ની પ્રથમ યાદી(List) જાહેર કરી છે. કોંગ્રેસની પ્રથમ યાદીમાં 43 ઉમેદવારોના નામ છે. જો કે હજુ સુધી કોંગ્રેસનો કોઈ મોટો ચહેરો ગુજરાતમાં પ્રચાર પ્રસાર માટે આવ્યો નથી. જોકે આ મહિનાના અંતમાં રાહુલ ગાંધી અને પ્રિયંકા ગુજરાતમાં પ્રચાર માટે આવે અને સભા સંબોધે એવી શક્યતા છે.

દક્ષિણ ગુજરાતમાં કોંગ્રેસનો દાવ
દક્ષિણ ગુજરાતમાં કોંગ્રેસે ઓલપાડ બેઠક પરથી દર્શન નાયક, વરાછા બેઠક પરથી પપ્પન તોગડિયા, કતારગામ બેઠક પરથી કલ્પેશ વરિયાને ટિકિટ આપી છે. વરાછામાં પપ્પન તોગડિયાનું નામ ખુબ જાણીતું છે. તો ઓલપાડમાં દર્શન નાયકની પકડ મજબુત છે. પારડી, બારડોલી, મહુવા બેઠકો પર ત્રણ મહિલાને ઉતારવામાં આવી છે. મહુવામાં હેમાંગી પટેલ પર પાર્ટીએ વિશ્વાસ મુક્યો છે. તેઓને મજબૂત કોંગ્રેસના લીડર માનવામાં આવે છે, જે પરિણામ લાવી શકે છે. બારડોલીમાંથી પન્નાબેન પટેલ અને પારડીમાંથી જયશ્રી પટેલને ટિકિટ અપાઈ છે. કપરાડામાં કોંગ્રેસના જૂના કાર્યકર્તા વસંત પટેલને ટિકિટ અપાઈ જયારે ડાંગમાંથી મુકેશ ભાઈ પટેલ, અને જલાલપોરમાંથી રણજીતભાઈ પંચાલની પસંદગી કરાઈ છે. સુરત પશ્ચિમ બેઠક પરથી સંજય પટવાને ટિકિટ આપી છે. જો કે જે સીટ જીતવી ખૂબ જ મુશ્કેલ છે.

ઘાટલોડિયામાં CM ભૂપેન્દ્ર પટેલ સામે અમીબહેન યાજ્ઞિક
આ ઉપરાંત કોંગ્રેસે ઘાટલોડિયામાં CM ભૂપેન્દ્ર પટેલ સામે અમીબહેન યાજ્ઞિકને ઉતાર્યા છે. જ્યારે રાજકોટ દક્ષિણમાંથી હિતેશભાઈ વોરા, ગાંધીધામમાંથી ભરત સોલંકી અને પોરબંદરમાંથી અર્જુન મોઢવાડિયાને જાહેર કર્યા છે. ઉલ્લેખનીય છે કે ગત ચુંટણીમાં કોંગ્રેસની હાલત ખુબ જ ખરાબ થઇ હતી. જેથી હવે આ ચુંટણીમાં કોંગ્રેસ પાર્ટીએ સક્રિયતા રાખી છે. આને જોતા એવું લાગી રહ્યું છે કે ચૂંટણીમાં ભલે અત્યાર સુધીમાં કોંગ્રેસ ચર્ચામાં નહીં હતી, આ યાદી જોતા એવું લાગી રહ્યું છે કે હવે પરિણામ ન આવે ત્યાં સુધી ચોક્કસ જ સૌકોઈની નજર તેમના પર રહેશે.

Most Popular

To Top