ચેન્નાઇ : સનરાઇઝર્સ હૈદરાબાદ (SUNRIZERS HYDERABAD) સામે જોરદાર પ્રદર્શન કરીને જીત મેળવનારી બે વારની ચેમ્પિયન કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR) આવતીકાલે અહીં ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં પોતાની પરંપરાગત હરીફ અને આઇપીએલની સૌથી સફળ ટીમ મુંબઇ ઇન્ડિયન્સ (MUMBAI INDIANS) સામે મેદાને પડશે ત્યારે તેમની નજર પોતાની વિજયી રિધમ જાળવી રાખવા પર રહેશે. છેલ્લી બે સિઝનથી પ્લે ઓફમાં સ્થાન ન મેળવી શકેલી કેકેઆરે રવિવારે પોતાની પહેલી મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાગને 10 રને હરાવ્યું હતું.
નીતિશ રાણા અને રાહુલ ત્રિપાઠીની જોરદાર ઇનિંગે કેકેઆરને મેચ પર પકડ જમાવી રાખવામાં મદદ કરી હતી અને હવે મુંબઇ સામેની મેચમાં પણ આ બંને પાસેથી એવી જ આક્રમકતાની ટીમ આશા રાખી શકે છે. કેકેઆરનો ઇરાદો પાંચ વારની ચેમ્પિયન મુંબઇ ઇન્ડિયન્સ સાથે જૂનો બદલો વાળવાનો રહેશે. મુંબઇ સામેની છેલ્લી 12માંથી કેકેઆર માત્ર 1 મેચ જીતી શક્યું છે. ઓવરઓલ આઇપીએલને ધ્યાને લેવામાં આવે તો મુંબઇ સામે કેકેઆરનો રેકોર્ડ 6:21નો છે.
આવતીકાલની મેચમાં એક રીતે મોર્ગન અને રોહિત શર્માની કેપ્ટનશિપ વચ્ચે પણ મુકાબલો જામશે. પહેલી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે બે વિકેટથી હારી ગયેલી મુંબઇ ઇન્ડિયન્સની નજર વિજયના માર્ગે પરત ફરવા પર હશે. જસપ્રીત બુમરાહ અને ટ્રેન્ટ બોલ્ટ જેવા બોલરો સામે આક્રમક બનીને રમવું કેકેઆરના બેટ્સમેનો માટે સરળ તો નહીં જ હોય. ગીલનું ખરાબ ફોર્મ કેકેઆર માટે ચિંતાનો વિષય છે.
હંમેશા ધીમી શરૂઆત કરવા માટે જાણીતી મુંબઇ ઇન્ડિયન્સ પહેલી મેચ આરસીબી સામે ભલે હારી હોય પણ બીજી મેચથી તેઓ રિધમ પકડી લેશે એવું કહી શકાય છે. આવતીકાલની મેચમાં ક્વિન્ટોન ડિ કોક રમશે કે નહીં તે અંગે ચોક્કસ કંઇ કહેવાયું નથી પણ જો તે ક્વોરેન્ટીનમાં રહેશે તો ક્રિસ લિન જ રોહિત સાથે ઓપનીંગ કરવા ઉતરશે.
0-
આઇપીએલ પોઇન્ટ ટેબલ
ટીમ મેચ જીત હાર પોઇન્ટ
દિલ્હી 1 1 0 2
કોલકાતા 1 1 0 2
બેંગ્લોર 1 1 0 2