નવી દિલ્હી: NEET પેપર લીક (NEET Paper Leak) કેસમાં ગુરુવારે મોટો ખુલાસો થયો હતો. આ કેસમાં આરોપી (Accused) અનુરાગ યાદવનું કન્ફેશન (Confession) સામે આવ્યું હતું. જેમાં તેણે કબુલ્યું હતું કે પરિક્ષાના એક દિવસ પહેલા જ પેપર લીક કરવામાં આવ્યું હતું. તેમજ જે જવાબ તેણે રટ્યા હતા તેજ પ્રશ્નો પરીક્ષામાં પુછાયા હતા. તેમજ પરીક્ષા પછી પોલીસે અનુરાગની ધરપકડ કરી.
NEET પેપર લીકના આરોપી અનુરાગ યાદવે કબૂલાત કરી હતી કે પરીક્ષા પહેલા જે પ્રશ્નો તેણે રટ્યા હતા તે જ પ્રશ્નો બીજા દિવસે NEETની પરીક્ષામાં પૂછાયા હતા. અનુરાગ સમસ્તીપુરનો રહેવાસી છે. તેમજ અનુરાગે કબુલાત દરમિયાન જણાવ્યું હતું કે NEET પરીક્ષામાં 100 ટકા એવા જ પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા જે તેને પહેલાથી જ મળી ગયા હતા. તેમજ તેને નીટનું આખું પેપર પરિક્ષાના આગલા દિવસે મળ્યું હતું.
અનુરાગે કહ્યું કે તેના કાકાએ આ પેપરનું સેટિંગ કરાવ્યું હતું અને તેને કોટાથી પટના બોલાવ્યો હતો. તેમજ તેને પેપર આપ્યું હતું. ત્યારે પરિક્ષાની આગલી રાત્રે તેણે દરેક પ્રશ્નના જવાબ કંઠસ્થ કર્યા હતા. તેમજ પરીક્ષા બાદ પોલીસે અનુરાગની ધરપકડ કરી હતી. 4 જૂને જ્યારે NEET પરીક્ષાનું પરિણામ જાહેર થયું ત્યારે 67 વિદ્યાર્થીઓ ટોપર્સ બન્યા હતા. આ વિદ્યાર્થીઓએ 720માંથી 720 માર્કસ મેળવ્યા હતા. આ યાદી જોયા બાદ પરિક્ષાના ગોટાળાની આશંકા હતી. તેમજ વિદ્યાર્થીઓએ પણ આ મામલો હોબાળો કર્યો હતો.
વિદ્યાર્થીઓના હોબાળા બાદ 13 જૂનના રોજ NTAએ નિર્ણય લીધો હતો કે ગ્રેસ માર્કસવાળા વિદ્યાર્થીઓની પરીક્ષા ફરીથી લેવામાં આવશે, પરંતુ વિદ્યાર્થીઓનો ગુસ્સો હજુ પણ અટક્યો નથી. બિહાર અને ગુજરાતમાંથી પેપર લીક થવાના સમાચારોએ NTAની વિશ્વસનીયતા અને પારદર્શિતા પર ઘણા પ્રશ્નો ઉભા કર્યા હતા, તેથી જ વિદ્યાર્થીઓ આ મામલે CBI તપાસની માંગ કરી હતી.
ત્યારે હેરાફેરીના કેસમાં પટના અને પંચમહાલમાંથી પણ ઘણા લોકોની ધરપકડ કરવામાં આવી હતી. પટનામાં 4 વિદ્યાર્થીઓ સહિત 13 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. તેમજ પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું કે પેપર લીક થયું હતું અને પરીક્ષા પાસ કરાવવા માટે આ ટોળકીએ બાળકો પાસેથી લાખો રૂપિયા પડાવી લીધા હતા.
અનુરાગે નિવેદનમાં કબુલ્યુ…
નિવેદનમાં અનુરાગે કહ્યું, “મારું નામ અનુરાગ યાદવ (22 વર્ષ) છે. હું પરિડા પોલીસ સ્ટેશન હસનપુર, જિલ્લો સમસ્તીપુરનો રહેવાસી છું. હું શાસ્ત્રીનગર પોલીસ સ્ટેશનમાં ઈન્સ્પેક્ટર તેજ નારાયણ સિંહની સામે કોઈ પણ જાતના ડર કે દબાણ કે લાલચ વગર મારું બચાવ નિવેદન આપી રહ્યો છું. હું કોટામાં એલન કોચિંગ સેન્ટરમાં રહીને NEET પરીક્ષાની તૈયારી કરી રહ્યો હતો. મારા કાકા સિકંદર યાદવેન્દુ મ્યુનિસિપલ કાઉન્સિલ, દાનાપુરમાં જુનિયર એન્જિનિયર તરીકે કામ કરે છે. મને મારા કાકા દ્વારા કહેવામાં આવ્યું હતું કે NEET ની પરીક્ષા 5મી મે 2024 ના રોજ છે. તેથી કોટાથી પાછા આવો. જ્યારે હું કોટાથી પાછો આવ્યો ત્યારે મારા કાકાએ મને 4 મે 2024ની રાત્રે અમિત આનંદ, નીતિશ કુમાર પાસે મોકલ્યો. ત્યાં મને NEET પરીક્ષાનું પ્રશ્નપત્ર અને ઉત્તરવહી અહીં આપવામાં આવી હતી. જે રાત્રે રટવા માટે તૈયાર કરવામાં આવી હતી. મારું કેન્દ્ર ડીવાય પાટીલ સ્કૂલમાં હતું. જ્યારે હું પરીક્ષા આપવા માટે શાળાએ ગયો ત્યારે જે પ્રશ્નપત્ર યાદ હતું તે પરીક્ષામાં પૂછવામાં આવ્યું હતું. તેમજ પરીક્ષા પછી અચાનક પોલીસ આવી અને મને પકડી લીધો. જેથી મેં મારો ગુનો સ્વીકારી લીધો છે, આ મારું નિવેદન છે.’’