દેશ હવે કોરોના (CORONA) રોગચાળામાંથી બહાર આવ્યો પણ નથી કે એક નવું સંકટ ઉભું થયું છે. દેશના પાંચ રાજ્યોમાં બર્ડ ફ્લૂ (BIRD FLU) નું સંકટ શરૂ થયું છે. રાજસ્થાન, મધ્યપ્રદેશ, કેરળ, હિમાચલ પ્રદેશ અને ગુજરાતમાં હજારો પક્ષીઓનાં મોતથી ચિંતા ઉભી થઈ છે. કેટલાક સ્થળોએ માર્યા ગયેલા પક્ષીઓમાં બર્ડ ફ્લૂની પુષ્ટિ કરવામાં આવી છે. એટલે કે, એક તરફ રસીકરણની ચર્ચા કોરોના સંકટને પહોંચી વળવા માટે થઈ રહી છે, તો બીજી તરફ બર્ડ ફ્લૂએ વહીવટ અને આરોગ્ય વિભાગના કાન ઉભા કર્યા છે. તે ચિંતાની બાબત છે કે બંને રોગોના લક્ષણો ખૂબ સમાન છે.
ગુજરાતમાં કુલ 130 પક્ષીના મોત
ગુજરાત રાજ્ય (GUJARAT STATE)માં હવે બર્ડ ફ્લુનો કહેર એક હદ વટાવી ગયો છે. હમણાં સુધી માંગરોળમાં સૌથી વધુ 70 સાથે કુલ 130 પક્ષીના મોત થઇ ચુક્યા છે. જેમાં બારડોલી બીજા નંબરે 17 સાથે અન્ય જિલ્લાઓમાં પણ બગલા મરઘાં સહીત વિદેશી પક્ષીઓ (FOREIGNER BIRDS)ના મરવાના સમાચાર મળી રહ્યા છે, જો કે તમામ કેસોમાં બર્ડ ફલૂ હોવાની પુષ્ટિ થઇ નથી, પણ મોટા ભાગના ટેસ્ટમાં બર્ડ ફલૂ સામે આવતા હાલ તંત્ર પણ એલર્ટ થઇ ગયું છે.
કાગડાઓના મોત બાદ સરકારે એલર્ટ જારી કર્યું
મૃત કાગડાઓમાં જીવલેણ વાયરસ મળ્યા બાદ ગુજરાત સરકારે એલર્ટ જારી કર્યું છે. રાજ્યના જનસંપર્ક વિભાગે કહ્યું કે, ‘રાજ્યમાં થઈ રહેલા કાગડાઓના મોત પર અસરકારક નિયંત્રણ રાખવા પશુપાલન મંત્રીની સૂચના પર એલર્ટ જારી કરવામાં આવ્યું છે.’ આ ઉપરાંત રાજ્યના તમામ જિલ્લા (DISTRICT)ઓને જાગૃત રહેવા અને કોઈપણ પ્રકારના સંજોગોમાં કાગડો અને પક્ષીઓના મોત (BIRDS DEATH)ની માહિતી પર તાત્કાલિક રોગ નિયંત્રણ માટે ભારત સરકાર દ્વારા જારી સૂચનો હેઠળ કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે.
જૂનાગઢમાં ઉડતા કાગડા ટપોટપ પડી રહ્યા છે.
જૂનાગઢમાં અસામન્ય ઘટના સામે આવતા હાલ તત્રએ ગંભીરતા દાખવી છે. મળતી વિગત મુજબ કુવામાંથી મૃત કાગડા મળી આવ્યા બાદ ઉડતા કાગડા ટપોટપ પડવાના ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે, જેમાં નીચે પટકાતાંની સાથે જ કાંગડા મોતને ભેટે છે, જેથી તંત્રએ આ કાગડાઓ પૈકી 8 થી 10 કાગડાના સેમ્પલ (SAMPLE) લઇ તપાસમાં મોકલ્યા છે, સાથે કે 6 જેટલા બગલા પણ મૃત હાલતમાં મળી આવ્યા હતા.
કેરળમાં 40,000 પક્ષીઓને મારવા પડશે
કોટ્ટયામ અને અલાપ્પુઝા જિલ્લાના કેટલાક ભાગોમાં બર્ડ ફ્લૂના ફાટી નીકળવાની માહિતી બહાર આવી છે, જેના કારણે પ્રશાસન દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં અને તેની આસપાસના એક કિલોમીટરના ત્રિજ્યામાં બતક, ચિકન અને અન્ય સ્થાનિક પક્ષીઓની હત્યા કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. અધિકારીઓએ કહ્યું કે એચ 5 એન 8 વાયરસના ફેલાવાને રોકવા માટે લગભગ 40,000 પક્ષીઓને મારવા પડશે.