ગાંધીનગર : રાજ્યમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓ (Competitive Exam) આપવા છતાં વિદ્યાર્થીઓને (Student) લાભ થાય તે આશયે ગુજરાતની તમામ યુનિવર્સિટીઓમાં આગામી શૌક્ષણિક વર્ષથી સામાન્ય જ્ઞાનને મરજીયાત વિષય તરીકે દાખલ કરવાનો રાજ્યના શિક્ષણ વિભાગે નિર્ણય લીધો છે. આ અંગેની જાણકારી શિક્ષણ મંત્રીએ ટ્વિટ કરીને આપી હતી. રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ ટ્વિટ કરી માહિતી આપતા જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓ જીપીએસસી, યુપીએસસી, એસએસસી તથા અન્ય તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સારો દેખાવ કરી શકે, યુવાનોને સરળતાથી રોજગાર મેળવી શકે તે માટે યુનિવર્સિટી કક્ષાએ યુ.જી. અને પી.જી. કોર્સમાં આગામી શૈક્ષણિક વર્ષ 2023-24 થી સામાન્ય જ્ઞાનને મરજીયાત વિષય તરીકે રાજ્યની તમામ યુનિવર્સિટીઓમાં સમાન ધોરણે લાગુ કરાશે.
આગામી શૈક્ષણિક વર્ષથી સામાન્ય જ્ઞાનને મરજીયાત વિષય તરીકે તમામ યુનિવર્સિટીઓમાં સમાન ધોરણે લાગુ કરાશે
By
Posted on