અમેરિકા: લોકો મચ્છર, ગરોળી, કોક્રોચ, કરોળિયા અને બેડબગ્સથી દૂર રહેતા હોય છે. ખાસ કરીને સ્ત્રીઓને (Women) આ તમામથી ખૂબ ચીડ બડતી હોય છે તેઓને આ જંતુ જોતા જ માનો શું થઈ જતું હોય છે કે કહેવું જ શું. ઘરમાં (House) આ જંતુઓનો ઉપદ્રવ ન થાય તેમજ તેને ઘરમાં પ્રવેશવા અટકાવવા માટે બજારમાં પણ અવનવા પ્રકારની વસ્તુઓ આવતી રહે છે તેમજ સ્ત્રીઓ પણ આવી વસ્તુઓનો ઉપયોગ કરતી રહે છે. ઘરમાં વાત કરીએ રસોડાની તો મોટા ભાગે સ્ત્રીઓનું માનવું છે કે અહીં વંદો એટલેકે કોક્રોચનો ઉપદ્રવ રહે જ છે. આવી સ્થિતિમાં અમેરિકાની (Amarica) એક કંપનીની કોક્રોચ સંબંધિત અનોખી ઓફર (Offer) લાવી છે કે જે સોશિયલ મીડિયા (Social Meida) પર ચર્ચાનો વિષય બની છે. વાસ્તવમાં, આ કંપની લોકોને ‘વંદો ઉછેરવા’ માટે 1.5 લાખ રૂપિયા સુધી આપવા તૈયાર છે.
- આ અભ્યાસ પરિવાર અને પાલતુ પ્રાણીઓ માટે પણ સંપૂર્ણપણે સલામત
- ઓફર સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ યુએસમાં નોર્થ કેરોલિનાની ‘પેસ્ટ કંટ્રોલ કંપની’ તેની નવી પેસ્ટ કંટ્રોલ ડ્રગનો અભ્યાસ કરી રહી છે. આ સંશોધન માટે તેમને કોક્રોચવાળા ઘરોની જરૂર છે, જેથી તેઓ તેમના પર તેમની વિશેષ દવાનું પરીક્ષણ કરી શકે. તેથી કંપની દેશમાં 5-7 ઘરો તેમજ ઘરના માલિકોની શોધ કરી રહી છે. જેઓ કંપનીને તેઓના કાર્ય માટે પરવાનગી આપે. જો તેઓને આવું ઘર મળશે તો તે માલિકને 2000 ડોલર (ભારતીય ચલણમાં 1.5 લાખ રૂપિયાથી વધુ)ની રકમ આપવામાં આવશે.
કંપનીએ સ્પષ્ટપણે જણાવ્યું કે જ્યારે તે ઘરમાં 100 કોક્રોચ છોડશે ત્યારે ઘરનો માલિક 30 દિવસ સુધી કોઈપણ પ્રકારની પેસ્ટ કંટ્રોલ ટેક્નોલોજીનો ઉપયોગ નહીં કરે. કંપની યોગ્ય રીતે આ ઘરોમાં પરીક્ષણ કરશે. પેસ્ટ ઈન્ફોર્મર કંપનીના એક મહિનાના સંશોધન બાદ જો ઘરમાં કોક્રોચ બચી જાય તો તેમાંથી છુટકારો મેળવવા માટે કંપની પરંપરાગત પદ્ધતિઓનો ઉપયોગ કરશે. ઉપરાંત કંપનીએ દાવો કર્યો હતો કે આ અભ્યાસ પરિવાર અને પાલતુ પ્રાણીઓ માટે પણ સંપૂર્ણપણે સલામત છે. આ યોજના માટે ઘરના માલિકની ઉંમર ઓછામાં ઓછી 21 વર્ષની હોવી જોઈએ આવી કંપનીએ શરત મૂકી છે.