Gujarat

કલેકટર ડો.રાજેન્દ્ર પટેલની બદલી

ગાંધીનગર: સુરેન્દ્રનગરમાં જમીન કૌભાંડની રકમ 1500 કરોડ સુધી પહોંચી જવા પામી છે. ઈડી દ્વારા નાયબ મામલતદાર ચંન્દ્રસિંહ મોરીની ધરપકડ કરી લેવામાં આવતા, હવે રાજ્ય સરાકરે આજે રાત્રે કલેકટર ડૉ. રાજેન્દ્ર પટેલની રાતોરાત બદલી કરીને તેમને સામાન્ય વહીવટ વિભાગના હવાલે મૂક્યા છે. હવે કલેક્ટરનો ચાર્જ સુરેન્દ્રનગર જિલ્લા ડીડીઓને સોંપાયો છે. એટલે કે તેમને કોઈ પોસ્ટિંગ અપાયું નથી. ખાસ કરીને કલેક્ટર ડૉ. રાજેન્દ્ર પટેલના નિવાસ્થાનેથી જમીન કૌભાંડની સંખ્યાબંધ ફાઈલો મળી આવી છે. ઇડીના અધિકારીએ સુરેન્દ્રનગર કલેક્ટર રાજેન્દ્ર મહેન્દ્ર પટેલ, નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી, કલેક્ટર ઓફિસના ક્લાર્ક મયુર ગોહિલ અને કલેક્ટરના અંગત સચિવ જયરાજસિંહ ઝાલા સામે ગુનો દાખલ કરી દીધો છે. સુરેન્દ્રનગર જિલ્લાના નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીને ત્યાં રેડ કરી હતી. આ દરોડાની કાર્યવાહી દરમ્યાન 67.50 લાખ રોકડ સહિત પૈસાની લેતીદેતીના વ્યવહારો, દસ્તાવેજો તેમજ મોબાઈલમાં આ અંગેના ડેટા મળી આવ્યા છે. જે કબજે લઈને ધરપકડ કરવામાં આવી હતી.

ઈડી દ્વારા સ્પે. કોર્ટ સમક્ષ એવી પણ રિમાન્ડ દરમ્યાન એવી પણ રજૂઆત કરાઈ હતી કે જમીન હેતુફેર કરવા માટે આવેલી અરજીઓમાં મોરી દ્વારા લાંચ લઈને કાર્યવાહી કરવામાં આવી હોવાના દસ્તાવેજો પણ મળ્યા છે. તેમજ મોરીના મોબાઈલમાંથી પણ પૈસાની લેતીદેતીના હિસાબો સહિતની વગેરે વિગતો મળી આવી છે. વચેટિયાઓ અને એજન્ટો મારફતે જમીન NA કરાવામાં આવતી હતી. જમીન NA કરાવવામાં સુરેન્દ્રનગર કલેક્ટર ઓફિસના કર્મચારીઓની મોટાપાયે સંડોવણી હોવાનું સામે આવ્યું છે. આયોજનબદ્ધ રીતે ખંડણી ઉધરાવીને જમીન એનએ કરવામાં આવતી હોવાની ચોંકાવનારી વિગતો પણ બહાર આવી છે. જમીનના હેતુફેરમાં પણ કરોડોની લાંચ લેવામાં આવી છે.

Most Popular

To Top