Gujarat

રાજ્યમાં ઠંડીનો ધ્રુજારો, નલિયામાં 8 ડિગ્રી

ગાંધીનગર: રાજયમાં સતત ઠંડીનો ચમકારો અચાનક વધી ગયો છે. નવા વર્ષ 2026ના આરંભે ઠંડીનું પ્રમાણ વધી ગયું છે. કચ્છના નલિયામાં આજે રવિવારે 8 ડિગ્રી ઠંડી નોંધાવવા પામી છે. ખાસ કરીને રાજયભરમાં ઠંડીનો ધ્રુજારો જોવા મળી રહ્યો છે. જેમાં હજુયે ઠંડી વધવાની છે. ગઈકાલે અચાનક નલિયામાં ઠંડીનો પારો 7 ડિગ્રીએ પહોંચી ગઈ હતી. જેના પગલે નલિયાવાસીઓ ધ્રુજી ઉઠ્યા હતા. આજે દિવસ દરમ્યાન કચ્છના નલિયામાં 8 ડિગ્રી ઠંડી નોંધાવવા પામી હતી.

હજુયે નજીકના દિવસોમાં ઠંડીનો ચમકારો યથાવત રહેશે. રાજ્યના વિવિધ ભાગોમાં રાત્રિના તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. ઉત્તર- પૂર્વીય- પૂર્વીય પવનના કારણે ઠંડી યથાવત રહેશે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં લઘુતમ તાપમાનનો પારો નીચે ઉતરી ગયો હતો.

હવામાન વિભાગના સૂત્રોએ કહ્યું હતું કે, રાજ્યમાં આજે રવિવારે અન્ય શહેરો પૈકી ભૂજમાં 11 ડિ.સે., નલિયામાં 8 ડિ.સે., કંડલા પોર્ટ પર 13 ડિ.સે., કંડલા એરપોર્ટ પર 10 ડિ.સે., ભાવનગરમાં 15 ડિ.સે., રાજકોટમાં 9 ડિ.સે., સુરેન્દ્રનગરમાં 13 ડિ.સે., મહુવામાં 14 ડિ.સે., કેશોદમાં 12 ડિ.સે., અમદાવાદમાં 14 ડિ.સે., ડીસામાં 11 ડિ.સે., ગાંધીનગરમાં 12 ડિ.સે., વલ્લભ વિદ્યાનગરમાં 15 ડિ.સે., વડોદરામાં 14 ડિ.સે., સુરતમાં 16 ડિ.સે. અને દમણમાં 15 ડિ.સે. લધુત્તમ તાપમાન નોંધાયું છે.

Most Popular

To Top