National

ઉત્તર ભારતમાં કોલ્ડવેવ: રાજસ્થાનનાં ચુરુમાં પારો શૂન્ય ડીગ્રી, દિલ્હીમાં તાપમાન 4 ડિગ્રી ગગડ્યું

નવી દિલ્હી: ઉત્તર ભારત (North India) નાં રાજ્યમાં ઠંડી (cold) નો ચમકારો વધી રહ્યો છે. દિલ્હી (Delhi), રાજસ્થાન (Rajasthan), હરિયાણા (Hariyana), પંજાબ (Puinjab) , ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)સહિત દેશના વિવિધ રાજ્યોમાં કોલ્ડ વેવની સ્થિતિ સર્જાઈ છે. હવામાન વિભાગે દિલ્હી, પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ સહિત દેશના અનેક રાજ્યોમાં ઠંડા વધવાની સંભાવના વ્યક્ત કરી છે. રાજધાની દિલ્હીનું તાપમાન 4 ડિગ્રી સુધી ઘટી ગયું છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 3-4 દિવસ આવું જ વાતાવરણ રહેવાની શક્યતા છે.

દિલ્હીમાં તાપમાન 4 ડિગ્રી ગગડ્યું
દેશની રાજધાની દિલ્હીમાં કડકડતી ઠંડીનો ચમકારો જોવા મળી રહી છે. દિલ્હીમાં સોમવારે 26 ડિસેમ્બરની સવારે લઘુત્તમ તાપમાન 4 ડિગ્રી સુધી ઘટી ગયું છે. આયાનગરમાં તાપમાન 4 ડિગ્રી જ્યારે સફદરજંગમાં પાંચ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. આ સિવાય પાલમમાં લઘુત્તમ તાપમાન 6.5 ડિગ્રી નોંધાયું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે દિલ્હીમાં મહત્તમ તાપમાન 19 ડિગ્રી રહેવાની સંભાવના છે. IMDની આગાહી અનુસાર, 27 ડિસેમ્બરથી સવારે ધુમ્મસ જોવા મળશે. આ સાથે તાપમાનમાં પણ નજીવો વધારો નોંધાઈ શકે છે. 28 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધી લઘુત્તમ તાપમાન 6 ડિગ્રી અને મહત્તમ તાપમાન 21 ડિગ્રી સેલ્સિયસ સુધી રહી શકે છે.

રાજસ્થાનનાં ચુરુમાં પારો શૂન્ય ડીગ્રી
રાજસ્થાનના ચુરુમાં પારો શૂન્ય ડિગ્રીએ પહોંચ્યો રાજસ્થાનના ચુરુમાં પારો શૂન્ય પર પહોંચી ગયો છે. જ્યારે ફતેહપુર શેખાવતીમાં પારો માઈનસ 1.5 નોંધાયો છે. હવામાન વિભાગે ગાઢ ધુમ્મસ અને કોલ્ડવેવની ચેતવણી આપી છે. તે જ સમયે, જમ્મુ-કાશ્મીરમાં પણ પારો માઈનસમાં છે. ઉત્તરાખંડમાં ધુમ્મસ, લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસ પહોંચ્યું હરિયાણાના હિસારથી લઈને પંજાબ અને ચંદીગઢના તમામ વિસ્તારોમાં સવારે ધુમ્મસ છવાયું છે. જેના કારણે ટ્રેનોની અવરજવર અને રસ્તાઓ પરના વાહનવ્યવહારની ગતિને પણ અસર થઈ રહી છે. હવામાન વિભાગે આગામી પાંચ દિવસ સુધી હરિયાણા, પંજાબ, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં કોલ્ડવેવ સાથે ધુમ્મસનું એલર્ટ જાહેર કર્યું છે.

પંજાબના ઘણા વિસ્તારોમાં ગાઢ ધુમ્મસ છવાયુ
ઉત્તર પ્રદેશના હવામાનની સ્થિતિ ઉત્તર પ્રદેશ પણ ઠંડી, ધુમ્મસ અને કોલ્ડવેવની લપેટમાં છે. રાષ્ટ્રીય રાજધાની લખનૌમાં આજે લઘુત્તમ તાપમાન 9 ડિગ્રી સેલ્સિયસ અને મહત્તમ તાપમાન 22 ડિગ્રી સેલ્સિયસ સુધી નોંધાઈ શકે છે. તેમજ લખનૌ સહિત વિવિધ શહેરોમાં સવારે આકાશમાં ગાઢ ધુમ્મસ છવાયું હતું. આ ઉપરાંત પશ્ચિમ ઉત્તર પ્રદેશના કેટલાક ભાગોમાં ઠંડા દિવસથી તીવ્ર ઠંડા દિવસની સ્થિતિ યથાવત છે. તે જ સમયે, પૂર્વી ઉત્તર પ્રદેશમાં એક કે બે સ્થળોએ ઠંડા દિવસની સ્થિતિ પ્રવર્તે તેવી શક્યતા છે.

Most Popular

To Top