ગાંધીનગર: કેન્દ્રીય ગૃહપ્રધાન અમીત શાહ આગામી મકરસંક્રાંતિ (Uttrayan) તા.14 અને 15મી જાન્યુ. એમ બે દિવસ દરમિયાન ગુજરાતના (Gujarat) પ્રવાસે આવી રહ્યા છે. ખાસ કરીને અમીત શાહ અમદાવાદમાં (Ahmedabad) તેમના નિવાસ સ્થાને પરિવાર સાથે ઉત્તરાયણ પર્વ ઉજવશે. તેવી જ રીતે સીએમ (CM) ભૂપેન્દ્ર પટેલ પણ અમદાવાદમાં ઉત્તરાયણ પર્વ ઉજવશે. જ્યારે તા.15મી જાન્યુ. વાસી ઉત્તરાયણ દરમિયાન કેન્દ્રીય ગૃહપ્રધાન કચ્છના બોર્ડર એરિયાની મુલાકાત લેશે.
