ગુજરાતના મુખ્યમંત્રી (Gujarat cm) વિજયભાઈ રૂપાણી (Vijay rupani)એ અચાનક મિચ્છામિ દુકડ્ડમ કહી દેતા સમાચારોનું બજાર ગરમ થયું છે. અને નવા સીએમના નામો સાથે જ સોશ્યિલ મીડિયા પર અનેક રમુજી ટિપ્પણીઓ પણ આવી રહી છે.
ગયા મહિને જ વિજય રૂપાણીએ મુખ્યમંત્રી તરીકે પાંચ વર્ષ પૂર્ણ કર્યા. વર્ષ 2016 માં તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલે (anandi patel) રાજીનામું આપ્યું હતું, તેમના સ્થાને વિજય રૂપાણી 7 ઓગસ્ટ 2016 ના રોજ મુખ્યમંત્રી બન્યા હતા. રાજીનામું (cm resign)આપ્યા બાદ વિજય રૂપાણીએ મીડિયા સમક્ષ કહ્યું કે, પોતે રાજીખુશીથી રાજીનામું આપ્યું છે. પોતાના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન નિષ્ઠાથી પોતાનું દાયિત્વ નિભાવ્યું છે. આ સાથે જ રૂપાણીએ ભાજપ પક્ષનો આભાર પણ માન્યો છે. નવા મુખ્યમંત્રીના નેતૃત્વમાં ગુજરાત રાજ્યનો અવિરત વિકાસ થતો રહેશે તેવો વિશ્વાસ પણ રૂપાણીએ મુખ્યમંત્રી સમક્ષ વ્યક્ત કર્યો હતો. આગામી 2022માં સંભવિત વિધાનસભાની ચૂંટણી વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Pm modi)ના નેતૃત્વમાં લડવામાં આવશે તેમ રૂપાણીએ ઉમેર્યું હતું.
હવે વિધાનસભાની ચૂંટણીના એક વર્ષ પહેલા જ રાજીનામુ ધરી દેતા રાજકરણમાં આશ્ચર્ય સાથે નવા નામો માટે અટકળો શરૂ થઇ છે, ત્યારે સુરત (surat)માંથી પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલને તો એક દાવેદાર ગણવામાં આવ્યા જ છે, પણ કેટલાક બીજેપી સમર્થકોએ ધારાસભ્ય હર્ષ સંઘવીને પણ નવા મુખ્યમંત્રી તરીકે દર્શાવ્યા હતા. વોટ્સએપમાં ફરતી થયેલી આ તસ્વીરમાં લખાયું છે કે આંતરિક સમાચાર છે કે નવા સીએમ હર્ષ સંઘવી હશે. તો કોણ કોણ મુખ્યમંત્રી બનવાની રેસમાં જેવા સવાલ સાથે પુરષોત્તમ રૂપાલા, નીતિન પટેલ, સી.આર પાટીલ અને મનસુખ માંડવીયાનું નામ ધરાવતી તસ્વીર પણ ફરતી થઇ છે.
ગુજરાત મિત્રના વાચકોએ પણ ફેસબુકની પોસ્ટ ઉપર ઘણી ટિપ્પણીઓ કરી છે, જેમાં પ્રજાનું મૂડ પણ જોવા મળે છે, જેમાં ખાસ ‘સરકાર જેમ cm બદલે તેમ પ્રજાએ પણ સરકાર બદલવી જોઈએ’ અને રાજનીતિ છે ભાઈ ટૂંક સમયમાં એવો ચેહરો આવશે જેવી ટિપ્પણીઓ મોખરે છે, તો ઘણી રમુજી ટિપ્પણીઓ પણ જોવા મળી હતી, જેમાં ગણું સારું કામ કર્યું, આપ્યું નથી અપાવ્યું છે, ગણેશ વિસર્જન પહેલા રૂપાણી સાહેબનું વિસર્જન, ગોરધન ઝડફિયા આવે છે અને ફરીવાર કોઈ પટીદારમાંથી ઉમેદવાર ઉભો કરીને પટેલોને ઉલ્લુ બનાવશે જેવી ટિપ્પણીથી પણ પ્રજાનું મૂડ પારખી શકાય છે.