National

સીએમ કેજરીવાલે કનોટ પ્લેસના ઐતિહાસિક હનુમાન મંદિરમાં સહિત શનિ મંદિર અને નવગ્રહ ટેમ્પલમાં પુજા કરી

નવી દિલ્હી: લોકસભા ચૂંટણી (Lok Sabha Elections) સમયે દિલ્હી લિકર પોલિસી (Delhi Liquor Policy) સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને (Arvind Kejriwal) 10 મેના રોજ સુપ્રીમ કોર્ટમાંથી વચગાળાના જામીન મળ્યા હતા. ત્યાર બાદ અરવિંદ કેજરીવાલ આજે 11 મે ના રોજ કનોટ પ્લેસના હનુમાન મંદિર, શનિ મંદિર અને નવગ્રહ ટેમ્પલ પહોંચ્યા હતા. આ દરમિયાન પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પણ તેમની સાથે રહ્યા હતા.

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ 1 જૂન સુધી વચગાળાના જામીન મળ્યા છે. ત્યારે અરવિંદ કેજરીવાલ આજથી 20 દિવસ સુધી દિલ્હીમાં પ્રચાર કરતા જોવા મળશે. આજે સવારે તેમણે કનોટ પ્લેસ સ્થિત હનુમાન મંદિર, શનિ મંદિર અને નવગ્રહ ટેમ્પલમાં પુજા કરી હતી. તેમજ દર્શન દરમિયાન તેમની સાથે પંજાબના સીએમ ભગવંત માન અને તેમની પત્ની સુનીતા કેજરીવાલ પણ હાજર હતા.

CM કેજરીવાલ આજે આખો દિવસ શું કરશે?
સીએમ કેજરીવાલે આજે સવારે જ X પર એક પોસ્ટમાં પોતાના દિવસના કાર્યક્રમ વિશે માહિતી આપી હતી. તેમણે પોતાની પોસ્ટમાં લખ્યું હતું કે ‘હનુમાનજીના આશીર્વાદ, કરોડો લોકોની પ્રાર્થના અને સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોના ન્યાય સાથે, હું તમારા બધાની વચ્ચે પરત ફરીને ખૂબ જ ખુશ છું.’

તેમણે વધુમાં જણાવ્યું હતું કે તેઓ સવારે 11 વાગ્યે હનુમાન મંદિર, કનોટ પ્લેસ જશે. ત્યાર બાદ તેઓ બપોરે 1 વાગ્યે પાર્ટી કાર્યાલયમાં પ્રેસ કોન્ફરન્સ કરશે. તેમજ તેઓ સાંજે 4 વાગે દિલ્હીમાં રોડ શો કરશે. તેમનો રોડ શો દક્ષિણ દિલ્હી – મેહરૌલીમાં થશે. ત્યારબાદ સાંજે 6 વાગ્યે તેઓ પૂર્વ દિલ્હીના કૃષ્ણનગરમાં રોડ શો પણ કરશે.

2 જૂને આત્મસમર્પણ કરવું પડશે
કેજરીવાલ 1 જૂન સુધી જેલની બહાર રહેશે. ત્યાર બાદ તેઓએ 2 જૂને આત્મસમર્પણ કરવું પડશે. લોકસભા ચૂંટણીના ચાર તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે. હવે ત્રણ તબક્કાના મતદાન બાકી છે. આવી સ્થિતિમાં ત્રણ તબક્કાના મતદાન પહેલા કેજરીવાલને મળેલા વચગાળાના જામીન આમ આદમી પાર્ટી માટે સારી બાબત છે.

દિલ્હીમાં પણ લોકસભાની ચૂંટણી યોજાવાની છે, આવી સ્થિતિમાં સીએમ કેજરીવાલનું બહાર આવવાથી ચૂંટણી પ્રચારમાં AAPને મજબૂતી મળશે. પરંતુ 1 જૂન એ લોકસભા ચૂંટણીનો છેલ્લો દિવસ છે અને 1 જૂન એ કેજરીવાલના વચગાળાના જામીનનો છેલ્લો દિવસ હશે. તેમજ ચૂંટણીના પરિણામો 4 જૂને આવશે.

Most Popular

To Top