Gujarat

નવીન રાષ્ટ્રીય શિક્ષણ નીતિ યુવાઓને વૈશ્વિક સ્તરે રોજગારીની વિપુલ તકો ઉપલબ્ધ કરાવશે: ઉપરાષ્ટ્રપતિ

ગાંધીનગર: રાષ્ટ્રની નવી શિક્ષણ નીતિ જેના પરિણામો આગામી દિવસોમાં સ્પષ્ટપણે જોવા મળશે. આ નીતિ અને તકનિકી વિકાસના કારણે દેશના વિદ્યાર્થીઓને (Student) વિશ્વના કોઈપણ ખૂણે રોજગારીની વિપુલ તકો ઉપલબ્ધ થશે, તેવું ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે જણાવ્યું હતું.

આજે ગાંધીનગર સ્થિત ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી ખાતે રાજય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા આયોજીત એકસેલન્સ ઈન હાયર એજયુકેશન કાર્યક્રમનો રાજયપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતીમાં શુભારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે ઈતિહાસને વાગોળતા જણાવ્યું હતું કે, પોતે ૩૩ વર્ષ પહેલા જ્યારે સંસદસભ્ય તરીકે કાર્યરત હતા ત્યારે સંસદસભ્યને પોતાના પંસદગીના વ્યક્તિઓને ૫૦ જેટલા ગેસ કનેક્શન ફાળવવાની સત્તા હતી, પરંતુ છેવાડાના માનવી માટે હરહંમેશ આજે કરોડો ઘરેલૂ ગેસ કનેક્શન મફત પૂરા પાડ્યાં છે.

પહેલા જિલ્લાની જરૂરિયાતને ધ્યાને રાખી વિજળી પૂરી પાડવામાં આવતી હતી અને આજે છેવાડાના નાગરિકને વીજળી પહોચેં તેવુ સુદૃઢ આયોજન કરાયું છે. ૩૪ વર્ષ પહેલાં અમેરિકા ખાતે સ્ટેચ્યુ ઑફ લિબર્ટીની મુલાકાત વેળાએ મેં સપને પણ વિચાર્યુ નહોતું કે ભારતમાં આનાથી પણ વિશાળ પ્રતિમા નિર્માણ પામશે. આજે ગુજરાત સ્થિત વિશ્વની સૌથી ઊંચી સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમા ‘સ્ટેચ્યુ ઑફ યુનિટી’ની અદભુત રચના નિહાળી ગૌરવનો અનુભવ કરું છું.

રાજયપાલ આચાર્ય દેવવ્રતએ એકસેલન્સ ઈન હાયર એજયુકેશન કાર્યક્રમને ગુજરાત માટે ગૌરવનો દિન ગણાવતા કહ્યું કે, સરકારના દ્રષ્ટિવંત આયોજનના પરિણામે આજે ગુજરાતે તમામ ક્ષેત્રે નવા સોપાનો સર કર્યા છે. ભારત આજે યુવાઓનો દેશ બની રહ્યો છે, ત્યારે પ્રવર્તમાન ટેકનોલોજીના યુગમાં દેશ ઝડપથી વિકસે એ માટે મેક ઈન ઈન્ડિયા, ડિજીટલ ઈન્ડિયા, સ્ટાર્ટઅપ ઈન્ડિયા જેવા નવીન આયામોના મંત્ર થકી યુવાઓમાં નયા ભારતના નિર્માણ માટેના પ્રાણ પૂર્યા છે. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાષ્ટ્ર-રાજ્યના વિકાસનો પાયો શિક્ષણ-નોલેજ છે તેવો સ્પષ્ટ મત વ્યક્ત કર્યો હતો. જ્ઞાનશક્તિનો મહિમાએ ગુજરાતના એજ્યુકેશન સેક્ટરને વર્લ્ડકલાસ ફેસેલિટીઝથી સજ્જ કર્યુ છે. સમયથી પણ બે કદમ આગળ ચાલે તેવી અદ્યતન ફેસેલીટીઝ, ટેક્નોલોજી અને ઇન્ફ્રાસ્ટ્રકચર ગુજરાતના યુવાઓને આપ્યા છે.

Most Popular

To Top