Gujarat

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મત વિસ્તાર ઘાટલોડિયામાં વિશાળ તિરંગા યાત્રા યોજાઈ

ગાંધીનગર : ‘આઝાદી કા અમૃત મહોત્સવ‘ અંતર્ગત મુખ્યમંત્રી (CM) ભૂપેન્દ્ર પટેલે તેમના મતવિસ્તાર ઘાટલોડિયામાં સોમવારે (Monday) તિરંગા યાત્રાનો ફ્લેગ ઓફ કરાવીને પ્રારંભ કરાવ્યો હતો. જ્ઞાનદા ગર્લ્સ હાઇસ્કૂલની શાળાની (School) વિદ્યાર્થિનીઓએ (Student) શહેરમાં સૌપ્રથમવાર ૧૫૫૧ ફૂટ લાંબા તિરંગા સાથે યાત્રા યોજી હતી. ઘાટલોડિયાના કે.કે.નગર પાસે ઉમિયા હોલથી પ્રભાતચોક સુધીના ગૌરવપથ પર યોજાયેલી તિરંગા યાત્રામાં કુલ ૩૦૦૦થી વધુ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઈને તિરંગાનું ગૌરવ વધાર્યું હતું. આ યાત્રામાં વિશાળ તિરંગા સહિત રાષ્ટ્રપ્રેમની ઝાંખી કરાવતી વેશભૂષા, શારીરિક વ્યાયામ અને અંગ કસરત પ્રદર્શનો, સંગીત-નૃત્યો તેમજ દેશપ્રેમની ભાવના દર્શાવતા બેનરો અને પોસ્ટરો સાથે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.

ડિફેન્સ એકસસ્પો હવે મહાત્મા મંદિર ખાતે 18-22 ઓકટો. દરમ્યાન યોજાશે
ગાંધીગનર: રશિયા તથા યુક્રેન વચ્ચે થયેલા યુદ્ધના કારણે અગાઉ મોકૂફ રખાયેલો ડિફેન્સ એકસ્પો હવે ફરીથી ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે યોજવા તૈયારીઓ શરૂ થઈ છે. સોમવારે ડિફેન્સ મંત્રાલય દ્વારા જાહેરાત કરાઈ છે કે લેન્ડ, નેવલ તથા હોમલેન્ડ સિકયુરીટી માટેનો ડિફેન્સ એકસ્પો હવે આગામી તા.18થી 22 ઓકટો.ના રોજ યોજનાર છે. જેમાં ત્રણ દિવસ બિઝનેસ ડે તરીકે રોકાણો અંગે ચર્ચા થશે.

Most Popular

To Top