ગાંધીનગર : ગુજરાતની (Gujarat) છ દિવસની મુલાકાતે આવેલા કેન્દ્રિય ગૃહમંત્રી અમીત શાહ હવે આજે સોમનાથ (Somnath) પહોંચ્યા છે. તેમની સાથે સીએમ (CM) ભૂપેન્દ્ર પટેલ અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ પણ સોમનાથ પહોંચ્યા છે. સોમનાથ ખાતે મળનારી આ બેઠકમાં સૌરાષ્ટ્ર – કચ્છની 54 બેઠક પર વિજય મેળવવા માટે અમીત શાહ માર્ગ દર્શન સાથે વિજયનો મંત્ર પણ આપશે.
શાહે ગઈકાલે પાલનપુર ખાતે ઉત્તર ગુજરાતની મુલાકાતે હતાં. અહીં તેમણે પાલનપુરમા બેઠક દરમ્યાન ઉત્તર ગુજરાતની 27 બેઠક પર ચર્ચા થઈ હતી. મધ્ય ગુજરાતમાં 66 બેઠક માટે ચર્ચા થઇ હતી. જયારે દક્ષિણ ગુજરાતમાં 35 બેઠક માટે ચર્ચા થઈ હતી. સૌરાષ્ટ્રની બેઠક પર 2017ની ચૂંટણી વખતે પાટીદાર પરિબળ ભાજપની વિરૂદ્ધમાં રહયુ હતુ.આ વખતે પાટીદાર પરિબળની અસર ખાળવાના પ્રયાસ થઈ રહયા છે. પીએમ નરેન્દ્ર મોદીએ તાજેતરમાં નવી દિલ્હી ખાતે ખોડલધામના ટ્રસ્ટના નરેશ પટેલ તથા ટ્રસ્ટીઓ સાથે 45 મિનિટ કરતાં વધુ સમય માટે બેઠક કરી હતી.