ગાંધીનગર: રાજયના પ્રવાસીઓને હવે નવી આધુનિક સુવિધા ધરાવતી લકઝરી બસો (Bus) મળશે. સીએમ (CM) ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે આ નવી એસટીની (ST) લકઝરી બસોને ગાંધીનગર (Gandhinagar) ખાતે લીલી ઝંડી આપશે , તેવી માહિતી ટ્વિટ કરીને વાહન વ્યવહાર રાજયમંત્રી હર્ષ સંઘવીએ આપી હતી.
રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2021-22માં ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમને 500 સુપર એક્સપ્રેસ, 300 લક્ઝરી તેમજ 200 સ્લીપર કોચ એમ કુલ 1000 નવા વાહન માટે રૂ. 310 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી. આ 500 સુપર એક્સપ્રેસ વાહનો પૈકી 151 નવા સુપર એક્સપ્રેસ વાહનો હાલમાં તૈયાર થઇ ગયા છે. જયારે બાકીના વાહનો તબક્કાવાર તૈયાર થઈ રહ્યા છે. તૈયાર થયેલ બસો નિગમના તમામ જિલ્લાઓમાં ફાળવવામાં આવશે. જે બસોને સીએમ ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે લીલી ઝંડી આપશે. આ 151 નવી સુપર એક્સપ્રેસ બસમાં 52 મુસાફર માટે આરામદાયક સુવિધા માટે ૩x૨ હાઈબેક શીટ, ઈન-સાઈડ આકર્ષક દેખાવ માટે ACP શીટ, ગ્રેબરેલ પાઇપ અને કંડકટર પાર્ટીશન, બાહ્ય આકર્ષક દેખાવ માટે ફ્રન્ટ અને રિયરમાં FRP શો, VLT અને પેનીક બટન, રિવર્સ પાર્કિંગ સેન્સર, સિલિકોન બેઝ મેટિંગ જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવાઈ છે.