ગાંધીનગર,તા.10
આજે ગાંધીનગરમાં વિધાનસભામાં ડબલ બેઠક મળી હતી. જેમા અંદાજપત્રીય વિભાગવાર માંગણીઓ અન તેની પર ચર્ચા તથા વિભાગના મંત્રીઓના જવાબ પણ શરૂ થઈ ગયા છે, એવામાં સીએમ ભૂપેન્દ્ર પટેલ નવી દિલ્હી પહોચી ગયા હતા. આજે રાત્રે પીએમ નરેન્દ્ર મોદી સાથે સીએમ ભૂપેન્દ્ર પટેલે મહત્વની બેઠક યોજી હતી. આ બેઠક દરમ્યાન ગુજરાતના વિકાસના મહત્વના પ્રોજેકટ અંગે પીએમ મોદી અને સીએમ ભૂપેન્દ્ર પટેલ વચ્ચે ચર્ચા થઈ હોવાનું મનાય છે, જો કે મહત્વની રાજકિય ચર્ચા પણ હાથ ધરાઈ હોવાના સંકેત મળી રહયા છે. આજે રાત્રે પીએમ મોદી દ્વારા સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથેની મુલાકાત અંગેની તસ્વીરો એકસ પર પોસ્ટ કરાઈ હતી.