Gujarat

જન્માષ્ટમીએ સોમનાથ તથા દ્વારકાધીશના પૂજા – દર્શન કરતાં ભૂપેન્દ્ર પટેલ

ગાંધીનગર : શ્રાવણ માસમા જન્માષ્ટમીએ સીએમ ભૂપેન્દ્ર પટેલે (C.M.Bhupendra patel )સોમાનાથ (Somnath) ભગવાન તથા દ્વારકાધીશના (Dwarkadhis) દર્શન કરી પૂજા અર્ચના કરી હતી.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શ્રાવણ માસની અષ્ટમીના પવિત્ર દિવસે સોમનાથ પરિસરમાં દ્વાદશ જ્યોતિર્લિંગમાંના પ્રથમ જ્યોતિર્લિંગ (Jyotirlinga) ભગવાન સોમનાથ દાદાના ભક્તિ ભાવપૂર્વક પૂજન-અર્ચન કર્યા હતા. મુખ્યમંત્રીએ સોમનાથ મહાદેવ મંદિરે ધ્વજારોહણ કરવા સાથે રુદ્રી, અભિષેક અને બિલ્વપત્ર અર્પણ કરી શિવજીની પૂજા, આરાધના કરી હતી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જન્માષ્ટમીના પાવન પર્વ નિમિતે ભગવાન દ્વારકાધીશના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. દ્વારકા મંદિરના પૂજારીઓના શાસ્ત્રોક્ત વિધિથી મંત્રોચ્ચાર સાથે મુખ્યમંત્રીએ ભગવાન દ્વારકાધીશના દર્શન અર્ચન સાથે પાદુકા પૂજન પણ કર્યું હતું.શામળાજીમાં ભક્તોનું ઘોડાપુર, નિમિત્તે શામળા ગીરધારીના દર્શન કરવા ભક્તોની કતારો લાગી હતી.શોભાયાત્રા તેમજ મટકીફોડનું આયોજન કરાયું, લોકો મન મૂકીને નાચ્યાં હતા.

સમગ્ર શામળાજી જય રણછોડના નાદથી ગુંજી ઉઠ્યું
જન્માષ્ટમી મહોત્સવ નિમિત્તે તમામ કૃષ્ણ મંદિરો અને શહેરોમાં ભગવાન શ્રીકૃષ્ણની ભવ્ય શોભયાત્રાઓ અને મટકીફોડના કાર્યક્રમો યોજાતા હોય છે, ત્યારે યાત્રાધામ શામળાજીમાં પણ ભગવાનની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા હતા. સમગ્ર શામળાજી જય રણછોડના નાદથી ગુંજી ઉઠ્યું હતું. દર્શનનો લાભ લેવા ભક્તો કલાકોથી કતારમાં ઉભા રહી દર્શન કરતા આનંદની લાગણી અનુભવી હતી.

ભગવાનની ભવ્યાતિ ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી
શામળાજીમાં ભગવાન કાળિયા ઠાકરની શામળાજી યુવા મંડળ દ્વારા શોભાયાત્રા કાઢવામાં આવી હતી. ભગવાનની શણગાર આરતી અને ભગવાનને ભોગ ધરાવ્યાં બાદ શામળાજી નગરના યુવક મંડળ દ્વારા સુંદર મજાનો શુશોભિત કરેલ રથ તૈયાર કરી એમાં ઠાકોરજી ને બિરાજમાન કરવામાં આવે છે અને બેન્ડવાજા સાથે ભગવાનની શોભાયાત્રા કાઢવામાં આવે છે. પણ એ પહેલાં ભગવાનને રથમાં બિરાજમાન કર્યા પછી આરતી કરવામાં આવે છે. ત્યારબાદ ભગવાનની પ્રથમ મટકી શોભાયાત્રા નીકળવાના સ્થળે જ બાંધવામાં આવે છે અને નાના બાળકને માથે બેસાડી મટકી ફોડીને શોભાયાત્રામાં નાચતા કુંદતા નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલકી ના નાદ સાથે યાત્રા નગર તરફ પ્રયાણ કરી અને નગરમાં યુવા મંડળ દ્વારા કુલ 80 જેટલી મટકી ફોડના કાર્યક્રમો સાથે શોભાયાત્રાની ભક્તો એ મજા લીધી.

ષોડષોપચાર વડે પૂજન-અર્ચન અને અભિષેક કરવામાં આવ્યો
સમગ્ર દેશમાં ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવની ભારે ઉત્સાહ અને ધામધૂમપૂર્વક ઉજવણી થઈ રહી છે. દેશના તમામ વિષ્ણુ સહિત કૃષ્ણ મંદિરોમાં મોટી સંખ્યામાં ભક્તો ભગવાનની ઝાંખી કરવા ઉમટી પડ્યા છે. ત્યારે યાત્રાધામ શામળાજીમાં પણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે સમગ્ર મંદિર પરિસરને આસોપાલવના તોરણોથી શણગારવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે આજે દિવસ દરમિયાન ભગવાનના અનેક મનોરથના ખાસ દર્શન યોજાશે.

Most Popular

To Top