નવી દિલ્હી: મખ્યમંત્રી (CM) નીતીશ કુમાર લોકોની સમસ્યાના સમાધાન માટે સમાધાન યાત્રા કાઢી હતી. આ યાત્રા ઔરંગાબાદમાં (Aurangabad) કાઢવામાં આવી હતી. આ ઉપરાંત તેઓ ઔરંગાબાદના કંચનપુર પંચાયતમાં પંચાયત ભવનનું પણ ઉદ્ધાટન કરવાના હતા. આ જ સમયે એકાએક કોઈએ તેમના ઉપર ખુર્શીથી હુમલો (Attack) કર્યો હતો. અને ત્યાર પછી અન્યલોકોએ તેમના ઉપર તૂટીલી ખુર્શીના ટુકડાઓ તેમના તરફ ફેંકયા હતા જો કે તેઓને આ ટુકડાઓ વાગ્યા ન હતા. થોડા માટે તેઓ બચી ગયા હતા. આ ઘટના પછી સમગ્ર વિસ્તારમાં હલચલ મચી ગઈ હતી.
સમાધાન યાત્રા માટે નીતીશ કુમાર ઔરંગાબાગ પહોંચ્યા હતાં. આ યાત્રા દરમ્યાન ધણાં લોકો તેઓને મળવા માગતા હતા તેમજ પોતાની સમસ્યા તેમના સમક્ષ વ્યકત કરવા માગતા હતા જો કે ત્યાં નીતિશ કુમારની સુરક્ષા હેઠળ તૈનાત સુરક્ષાકર્મીઓએ ત્યાંના ગ્રામીણ લોકો કે જેઓ પોતાની સમસ્યા વ્યકત કરવા માગતા હતા તેઓને રોકી રહ્યાં હતા. જેના કારણે ધણાં લોકો રોષે ભરાયા હતા અને તેઓએ ખુર્શી તેમના તરફ ફેંકી હતી અને પછી તૂટેલી ખુર્શીના ટુકડા મુખ્યમંત્રી તરફ ફેંકવાનું શરૂ કર્યું હતું. જાણકારી મળી આવી છે કે આ ટુકડાઓ મુખ્યમંત્રી નીતિશ કુમારની બાજુમાંથી પસાર થયા હતા. જો તેઓને આ ટુકડા વાગતે તેઓ ગંભીર રીતે ધાયલ થતે.
જણાવી દઈએ કે મુખ્યમંત્રી નીતિશ કુમાર ઉપર પહેલા પણ હુમલા થયા હતા. વર્ષ 2022માં તેઓ તરફ ફૂલોની માળા ફેંકવામાં આવી હતી. આ પહેલા 12 એપ્રિલના રોજ નાલંદામાં ફટાકડો ફેંકવામાં આવ્યો હતો. વર્ષ 2020માં મધુબનીમાં તેમના તરફ કાંદાઓ ફેંકવામાં આવ્યા હતા. જયારે વર્ષ 2018માં ઓરંગાબાદમાં તેઓ ઉપર એક રેલીમાં ચપ્પલ ફેંકવામાં આવી હતી. 2016માં પટનના બખિયારપુરમાં તેઓ સામે બૂટ ફેંકવામાં આવ્યો હતો.
ઔરંગાબાદમાં નીતિશ કુમાર પર ખુરશી પર થયેલા હુમલા બાદ રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના પ્રવક્તા શક્તિ યાદવે નિવેદન જાહેર કર્યું છે. શક્તિ યાદવે પોતાના નિવેદનમાં કહ્યું કે ઔરંગાબાદમાં નીતીશ કુમાર પર અસામાજિક તત્વોએ ખુરશી ફેંકી છે, જો કે તેમને કોઈ ઈજા થઈ નથી પરંતુ જેમણે આ કૃત્ય કર્યું છે તેમને છોડવામાં આવશે નહીં. આ કૃત્ય જેણે પણ કર્યું છે તેની તપાસ કરવામાં આવશે તેમજ તેને કડક સજા પણ કરવામાં આવશે.