SURAT

ચાલીસ લાખની ચોરીનો કિસ્સો પૂણા પોલીસે દબાવી દીધો હોવાના આક્ષેપ

સુરત: પૂણા ખાતે અવધ કાપડ બજાર (Cloth Market) પાસે આવેલી ઇકો કુરિયર કંપની (Courier Company) દ્વારા કાપડ બજારના વેપારીના 40 લાખના માલની ચોરી (Goods Theft) કરવામાં આવી હોવાની ફરિયાદ કરવામાં આવી હતી. કુરિયર કંપનીમાં ફરિયાદ કરવા ગયેલા વેપારીઓને ચોર કોટવાલને દંડે એ રીતે ગાળગલોચ કરવામાં આવી હતી. આ ઉપરાંત વેપારીઓને ફટકારવામાં આવતાં મામલો બિચક્યો હોવાની વિગત જાણવા મળી છે. દરમિયાન ઇકો કુરિયર નામની કંપનીના સંચાલકો દ્વારા વેપારીને ફટકારવામાં આવ્યો હોવાની વિગત જાણવા મળી છે. દરમિયાન કાપડ બજારના વેપારી દ્વારા અન્ય લોકોને બોલાવવામાં આવતાં બે જૂથ વચ્ચે આમનેસામને મોટી અથડામણ થઇ હતી. પચાસ જેટલાં બે ટોળાં આમનેસામને આવી ગયાં હતાં.

આ કિસ્સામાં પૂણા પોલીસ દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં આવી હતી
દરમિયાન આ મામલે કોઇ જાનહાનિ થઇ ન હતી. અલબત્ત, પાંચથી સાત લોકોને નાની-મોટી ઇજા થઈ હોવાની વિગત જાણવા મળી છે. આ મામલો ગંભીર બની શકે તેમ હોવા છતાં આ કિસ્સામાં પૂણા પોલીસ દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં આવી ન હતી. પૂણા પીઆઇએ ગુજરાતમિત્રને જણાવ્યું કે, તેઓ દ્વારા જરૂર જણાયું તો એફઆઇઆર દાખલ કરવામાં આવશે. અલબત્ત, સાંજના ચાર વાગ્યે બનેલી આ ઘટનાની એફઆઇઆર મોડી રાત્રિ સુધી દાખલ થઇ ન હતી. અગાઉ પણ આવા મામલામાં પૂણા પોલીસ વિવાદમાં આવી ચૂકી છે. ત્યારે આ મામલે કમિ. અજય તોમર તપાસ કરાવે એ જરૂરી છે.

ચાલીસ લાખના પ્લાસ્ટીકના દાણા વેચી નાંખનાર આંતરરાજ્ય ગેંગના આરોપી પકડાયા
સુરત હજીરા પો.સ્ટે. તેમજ જામનગર મેઘપર પો.સ્ટે.માં સને-૨૦૧૧ થી વોન્ટેડ આરોપીને ક્રાઇમ બ્રાન્ચ દ્વ્રારા પકડી પાડવામાં આવ્યો હતો. આરોપી દ્વારા લાખ્ખો રૂપિયાના પ્લાસ્ટીકના દાણા સસ્તા ભાવે વેચી મારવામાં આવ્યા રતા. . છેતરપીંડી વિશ્વાસઘાતના આંતરરાજ્ય ગુનાઓ આચરતી ટોળકીના ૦૨ સાગરીતોને મુંબઈ ખાતેથી ઝડપી પાડવામાં આવ્યા હતા.
મહારાષ્ટ્ર મુંબઈ મીરારોડ નજીકથી આરોપી દિપક પ્રતાપભાઈ ધાણી,રાજેશ હરીનાથ તિવારી ટ્રાન્સપોર્ટ કંપનીઓ સાથે વાતચીત કરી વિશ્વાસ સંપાદન કરીને છેતરપિંડી કરી હતી. ટ્રાન્સપોર્ટ કંપની સાથે વિશ્વાસઘાત કરી ગુનો આચરેલ હતો.બન્ને આરોપીઓ પોતાની ધરપકડ ટાળવા નાસતા ફરતા હોવાની વિગત જાણવા મળી છે.

Most Popular

To Top