કેન્દ્ર સરકાર ધુમ્રપાન માટે કાનૂની વય મર્યાદા 18 વર્ષથી વધારી 21 વર્ષ કરવાની તૈયારી કરી રહી છે. આ માટે બિલ પણ તૈયાર કરી લીધું છે. આ બિલમાં કલમ 7 જોડવામાં આવી છે જે ઘણા સવાલો પૈદા કરી રહી છે. તેમાં સિગારેટ કે કોઇ પણ તમાકુ પ્રોડક્ટ ઉત્પાદનમાં કરવાનું છે અને મૂળ પેકેજિંગ સિવાય તેનું વેચાણ થઇ શકશે નહીં.
હકીકતમાં સરકાર સિગારેટ અને તમાકુ (Cigarette tobacco) ઉત્પાદનના વેચાણને મંજૂરી આપવાની ઉંમર 21 વર્ષ કરવા માટે સિગારેટ તથા અન્ય તંમાકુ ઉત્પાદન (વ્યાપાર અને વાણિજ્ય, ઉત્પાદન, પુરવઠો, વિતરણ, જાહેરાત અને માર્કેટીંગ) સંબંધિત સુધારા વિધેયક,2020નો એક મુસદ્દો તૈયાર કરી રહી છે.
ધુમ્રપાનની વયમર્યાદા 21 વર્ષ કરવાની જોગવાઇ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વ્રારા શરૂ કરવામાં આવી રહેલા નવા વિધેયકનો એક ભાગ છે. જેમાં સિગારેટ અને અન્ય તમાકુ ઉત્પાદન કાયદા 2003માં સુધારાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
આ વિધેયકમાં સૂચિત સુધારા હેઠળ કોઈ પણ વ્યક્તિ સિગારેટ કે અન્ય તમાકુ(Cigarette tobacco) ઉત્પાદનનું વેચાણ કે વેચાણની મંજૂરી 21 વર્ષ કે તેથી ઓછી ઉંમરના લોકો કરી શકશે નહીં. આ સાથે એવી પણ જોગવાઈ કરવામાં આવી છે કે કોઈ પણ શૈક્ષણિક સંસ્થાના 100 મીટરના ઘેરાવામાં તમાકુનું વેચાણ કરી શકાશે નહીં.