સુરત: ચોકબજાર (chowk bazar) પોલીસની હદમાં પંડોળ (Pandol) ખાતે બે દિવસ પહેલા સવારે અજાણ્યાની હત્યા (Murder) કરાયેલી લાશ મળી હતી. ચોક પોલીસે હત્યાનો ગુનો નોંધી ઇગુજકોપના માધ્યમથી આરોપીઓની ઓળખ કરી હતી. તપાસ દરમિયાન પાંચ આરોપી બિહાર અને યુપી ભાગવાના હોવાની બાતમી મળતા તેમને ટ્રેનમાંથી ઊંચકી લીધા હતા.
હમારી મસ્જીદ પાસે રસ્તા ઉફરથી એક અજાણ્યોની લાશ મળી આવી હતી
ગત 20 તારીખે વેડરોડ સ્થિત પંડોળ રહેમતનગર, હમારી મસ્જીદ પાસે રસ્તા ઉફરથી એક અજાણ્યોની લાશ મળી આવી હતી. આશરે ૩૦ થી ૩૫ વર્ષના આ અજાણ્યાને મુંઢ માર મારી હત્યા કરાઈ હતી. મૃતકના હાથના ભાગે ગુજરાતીમાં મહાકાળી તથા અંગ્રેજીમાં દિપક તેમજ કોણીથી કાંડાના ભાગે અંગ્રેજીમા દિપક ડાભી નામનું છુંદણુ હતું. જે આધારે દિપક ડાભી નામ ઈ-ગુજકોપમા સર્ચ કરતા તેની ઉપર અગાઉ ગુન્હા નોંધાયેલા હોવાથી જેના આધારે ઓળખ થઈ હતી. મૃતકને શરીરના બંને આંખો, કાનમાં, ખભાના ભાગે, બંને પગે, બંને કુલ્હાનાભાગે તથા પીઠના ભાગે તેમજ ગુપ્ત ભાગે મુઢમારની ઇજાઓ કરી મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો.
આરોપીઓ ઉત્તરપ્રદેશ તથા બિહાર રાજ્યમાં ભાગવાની ફીરાકમા હોવાની બાતમી
ચોકબજાર પોલીસે તપાસ કરીને દીપક મનોજભાઇ ડાભી ની હત્યાનો ગુનો દાખલ કર્યો હતો. ચોક બજાર પોલીસે આ અંગે તપાસ હાથ ધરી હતી. દરમિયાન પરપ્રાંતિય આરોપીઓ ઉત્તરપ્રદેશ તથા બિહાર રાજ્યમાં પોતાના વતનમા ભાગવાની ફીરાકમા હોવાની બાતમી મળી હતી. અને બાતમીના આધારે 5 આરોપીઓને સુરત રેલ્વે સ્ટેશન ખાતે ટ્રેનમાંથી ગણતરીના કલાકોમા પકડી પાડ્યા હતા.
એક ઘરમાં ઘૂસી જતા હોબાળો થતા માર માર્યો હતો
બનાવના દિવસે રાત્રે મૃતક તેના ફુવા સાથે ઝઘડો કરીને નીકળ્યો હતો. અને તે એકલવાયું જીવન જીવતો હતો. રાત્રે બનાવ વાળી જગ્યા પર બિલ્ડિંગમાં ત્રીજા માળે એક પરિવારના ઘરમાં ઘૂસી ગયો હતો. જેને કારણે હોબાળો થયો હતો. અને આરોપીઓએ તેને મળીને માર માર્યો હતો. મનીષે તેને માથામાં ફટકો મારતા તે હેબોશ થઈ ગયો હતો. અને બાદમાં સવારે તેનુ મોત થતા લાશ મળી હતી.