સુરત: ચોલામંડલમ (Cholamandalam) કંપની પાસેથી 47 લાખ રૂપિયાની લોન લીધા પછી તેનું ચૂકવણું નહીં કરનારા લોનધારકોનું રહેણાક સીલ કરવા જતાં કંપનીના (Compney) માણસો અને પોલીસ (Police) પર હુમલો થવાની ઘટના બની હતી. આ મામલે ચોલા મંડલમ કંપનીના મેનેજર તેજશ વસંતભાઇ મહેતા (ઉં.વ.43) દ્વારા લોનધારક અશોક ગણપત ચૌધરી (રહે.,સારૂ નગર સોસાયટી, યુનિ. રોડ, પીપલોદ) દ્વારા મોર્ગેજ લોન લેવામાં આવી હતી. આ લોનનું ભરણું નહીં કરતાં પ્રોપર્ટીને સીઝ કરવા કંપની દ્વારા મામલતદાર અને પોલીસની હાજરીમાં કામગીરી કરવામાં આવી રહી હતી. દરમિયાન પોલીસ તથા ચોલામંડલમ કંપનીના સ્ટાફને પ્રવીણ અશોક ચૌધરી, મનોજ અશોક ચૌધરી, પ્રિયાબેન પ્રવીણ ચૌધરી, પ્રવીણ અશોક ચૌધરી, ભાવેશ ભરતભાઇ બંધાણે દ્વારા ગાળગલોચ અને ઢીક માર મારવામાં આવ્યા હતા.
તેમાં પોલીસ સાથે પણ આ લોકો દ્વારા ઝપાઝપી કરવામાં આવતાં પોલીસ કોન્સ્ટેબલના ચશ્મા તૂટી ગયા હતા. આ મામલે ઉમરા પોલીસ દ્વારા પીસીઆર વાન બોલાવીને બાદમાં તમામ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. આ મામલે ફરજમાં દખલગીરીનો ગુનો ઉમરા પોલીસ દ્વારા દાખલ કરવામાં આવ્યો હોવાની વિગત જાણવા મળી છે.
પાલીતાણામાં જૈનોના તીર્થ સ્થળે અસામાજિક તત્વોનો આતંક
સુરત: પાલીતાણામાં જૈનોના તીર્થ સ્થળે અસામાજિક તત્વોનો આતંક મામલે સુરત જૈન સમાજમાં આક્રોશ જોવા મળ્યો છે. ગુરુભગવંતો પરની ઘટના પ્રજાજન ો સાથે દર્શનાર્થીઓને હેરાનગતિ પડી રહી છે. તીર્થ સ્થળ પાછળ રહેલા પહાડને તોડવાની પ્રવૃતિઓ કેટલાક સ્થળોએ પગલાં પણ ખંડિત કર્યાના આક્ષેપ સાથે સમસ્ત સુરત જૈન સંઘદ્વારા કલેકટરને આવેદનપત્ર આપ્યું છે.જૈનોનું યાત્રાધામ પાલીતાણા છે. કેટલાક સમયથી યાત્રાધામ પાલીતાણામાં વિવાદ ચાલતો આવ્યો છે અને વિવાદ વધુને વધુ ઉગ્ર બનતો જઈ રહ્યો છે અને રાજ્યભરમાં પાલીતાણાની ઘટનામાં જૈન સમાજ અલગ અલગ રીતે વિરોધ પ્રદર્શન કરી રહ્યું છે. ત્યારે સુરતમાં સમસ્ત સુરત જૈન સંઘ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપી લેખિતમાં શેત્રુંજય ગિરિરાજની વર્તમાન કાયદાકીય પરિસ્થિતિ અંગે જણાવ્યું હતું કે વર્ષ 1877 ના મુંબઈ સરકારના ઠરાવ પ્રમાણે અને નામદાર સુપ્રીમ કોર્ટ માન્ય કરેલા ગુજરાત સરકાર પણ જેમાં પક્ષકાર હતી તેવા ગુજરાત હાઇકોર્ટના ચુકાદામાં સ્પષ્ટ હુકમ કરવામાં આવ્યો છે.
નિયમોનું વ્યાપક સર્વાંગી નિયંત્રણ જૈન સમુદાય પાસે છે
પવિત્ર શત્રુંજય ગિરિરાજ જેનું સૌથી પવિત્ર તીર્થસ્થાન હોઇ ગીરીરાજ ઉપર તળેટીથી શિખર સુધી ગિરિરાજ કે ગિરિરાજની પવિત્રતા અને જોખમ થાય તેમજ જૈનોનું મન દુખાય તેવી જૈન ધર્મના સિદ્ધાંતો અને પરંપરાઓ વિરુદ્ધની કોઈપણ પ્રવૃત્તિઓ કોઈના વડે થઈ ન શકે.કોર્ટ સ્પષ્ટ કર્યું છે કે સમગ્ર ગઢ વિસ્તારની મુલાકાતઓના આચરણ અંગેના નિયમો અને નિયમોનું વ્યાપક સર્વાંગી નિયંત્રણ જૈન સમુદાય પાસે છે. કોર્ટ સરકારને પણ આદેશ આપ્યો છે.
આ અંગે તાકીદે પગલા લેવાની જરૂરીયાત છે
કે મહાદેવ મંદિરના વહીવટમાં નિર્ણય જૈનો સાથે પરામર્શ કર્યા બાદ કરવાનો માલિકી ઉપરાંત વહીવટ અને અધિકાર બંનેમાં સંપૂર્ણ પ્રધાનને આપ્યું છે અને સરકાર ઉપર પણ જેનો સાથે પરામર્શ સંમતિ શબ્દો દ્વારા જેનોના હિત રક્ષા અને પ્રધાનને આપ્યું છે. મહાદેવના મંદિર ઉપર રહેવાની ખાવાની તો નહીં જ પણ પ્રસાદ વહેંચણી કરવાની પણ મનાઈ કરવામાં આવેલી છે. જેથી આ અંગે તાકીદે પગલા લેવાની જરૂરીયાત છે.