Gujarat

આયુર્વેદ અને હોમિયોપેથી અભ્યાસક્રમની ખાલી બેઠકોમાં કટ ઓફ બાદ ચોઈસ ફીલિંગનો પ્રારંભ

ગાંધીનગર:આયુર્વેદ અને હોમિયોપેથી અભ્યાસક્રમની ખાલી રહેલી બેઠકો કટ ઓફ મેરીટ બાદ તારીખ લંબાવવાના કારણે મેરીટ યાદીમાં સામેલા થયેલા ઉમેદવારો માટે ચોઇસ ફીલિંગનો પ્રારંભ કરવામાં આવ્યો છે 19 જાન્યુઆરી બપોરે 12 વાગ્યા સુધી ચોઇસ ફીલિંગ કરી શકાશે. આયુર્વેદની 83 અને હોમિયોપેથીની 56 એમ કુલ 139 બેઠકો માટે પ્રવેશ કાર્યવાહી હાથ ધરવામાં આવે છે. શૈક્ષણિક વર્ષ 2025-26 માટે આયુષ કોર્ષોમાં પ્રવેશ માટેની કટ ઓફ તારીખ લંબાવવામાં આવી છે.

તેથી અગાઉ તમામ ઉમેદવારોને ઓફર કર્યા બાદ પણ આયુર્વેદ અને હોમિયોપેથી અભ્યાસક્રમની ખાલી રહેલી બેઠકો કટ ઓફ તારીખ લંબાવવાના કારણે પ્રવેશ સમિતિ દ્વારા મેરીટ યાદીમાં સમાવેશ થયેલા તમામ પાત્ર ઉમેદવારો માટે ખાલી બેઠકો પર પ્રવેશ માટે ઓનલાઇન ચોઈસ ફીલિંગ શરૂ કરવામાં આવ્યું છે. જે ઉમેદવારો આ ખાલી બેઠકો પર પ્રવેશ લેવા ઇચ્છતા હોય તેવો જાહેરાત મુજબ ચોઈસ ભરી શકે છે. આ રાઉન્ડમાં ભાગ લેવા માટે ઉમેદવારે પોતાના લોગીન દ્વારા કન્સેન્ટ આપીને નવી રીતે ચોઈસ ફીલિંગ કરવી ફરજીયાત છે. ઉમેદવારની અગાઉ ભરેલી તમામ ચોઈસ રદ કરવામાં આવી છે. આ રાઉન્ડમાં BAMS-BHMS કોર્સિસ માટે ઉમેદવારો દ્વારા ભરવામાં આવેલી ચોઇસના આધારે સીટ ફાળવણી કરવામાં આવશે.

Most Popular

To Top