એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ મની લોન્ડરીંગના આરોપમાં બે ચીનના નાગરિકો (CHINESE CITIZEN)ની ધરપકડ કરી છે. તેમના નામ ચાર્લી પેંગ અને કાર્ટર લી છે. આ બંને ચીની નાગરિકો દિલ્હીમાં રહેતા હતા, ચીની કંપનીઓ માટે મોટો હવાલા રેકેટ ચલાવતા હતા અને ભારત સરકારને કરોડોની કિંમતનું નુકશાન પહોંચાડતા હતા. ગયા વર્ષે પણ આવકવેરા વિભાગે ચાર્લી પેંગના સ્થળો પર દરોડા પાડ્યા હતા. આ પછી દિલ્હી પોલીસ (DELHI POLICE) ના સ્પેશિયલ સેલે પણ ચાર્લી પેંગ પર એફઆઈઆર નોંધી હતી.
મહત્વની વાત છે કે ઇડીએ ઓગસ્ટમાં જ ચાર્લી સામે મની લોન્ડરિંગનો કેસ દાખલ કર્યો હતો, આટલા લાંબા સમયથી ઇડીની ટિમ અને તેનો ડિરેક્ટર ચાર્લી પેંગના તમામ શંકાસ્પદ વ્યવહારોની તપાસ કરી રહ્યો હતો. તપાસમાં એવું પણ બહાર આવ્યું છે કે ચાર્લી પેંગ માત્ર ભારતના હવાલાના વ્યવસાયમાં જ સામેલ ન હતો, પરંતુ તે તિબેટીના ધર્મ ગુરુ દલાઈ લામા (DALAI LAMA)ની જાસૂસી પણ કરી રહ્યો હતો.
ચાર્લી પેંગ આણી મંડળી ઘણા સમયથી બનાવટી કંપનીઓ બનાવીને હવાલા નેટવર્ક ચલાવી રહી હતી. ચાર્લીએ પરમ સ્પ્રિંગ પ્લાઝા, સેક્ટર 59 ગોલ્ફ કોર્સ રોડ, સાયબર સિટી ગુરુગ્રામ, દિલ્હી એનસીઆરના સરનામે ઇન્વિન લોજિસ્ટિક્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ નામની કંપની (FAKE COMPANY) નોંધણી કરાવી હતી. પરંતુ પ્લાઝાના મેનેજરના જણાવ્યા મુજબ અહીં કોઈ ચીની કંપની નહોતી. તે જ રીતે, ચાર્લી શેલ અનેક નકલી સરનામાં દ્વારા નાણાંની લેવડદેવડ દ્વારા કંપનીઓને સંચાલિત કરી રહી હતી.
તપાસ એજન્સીઓએ ચાર્લીને દિલ્હી અને ગુરુગ્રામના તમામ સરનામાં વિશે પૂછપરછ પણ કરી છે, જેના આધારે તેણે પોતાનું આધારકાર્ડ બનાવ્યું અને તેની નકલી કંપનીઓ ભારતમાં નોંધણી કરી હતી. દિલ્હી પોલીસના જણાવ્યા મુજબ, ચાર્લી પેન્ગે હવાલા દ્વારા જે પૈસા મંગાવ્યા હતા તે તમામ રકમ તિબેટવાસીઓને આપવામાં આવી હતી અને એવી શંકા છે કે તેનો ઉપયોગ જાસૂસીમાં કરવામાં આવ્યો હતો.
દિલ્હી પોલીસના સ્પેશલ સેલ (SPECIAL CELL)ના સૂત્રોના જણાવ્યા અનુસાર, આવકવેરા વિભાગે તેમને લગભગ 2 ડઝન તિબેટિયનોના નામ આપ્યા છે, જેમાં જાણવા મળ્યું છે કે કેટલાક લોકો દિલ્હીના છે અને બાકીના લોકો દક્ષિણ ભારતમાં રહે છે. ચાર્લી પેંગે આ તમામ સાથે ટ્રાન્ઝેક્શન કર્યું છે.