Business

સ્માર્ટ સુરતી: ચાઇનામાં પાવર ક્રાઇસિસના કારણે 45 ટકા પ્રોડક્શન નીચું જતાં આપણા ઉદ્યોગને લાભ મળશે

સુરત: કોરોના (Corona) પછી ચાઇના (China)માં પાવર ક્રાઇસિસ (power crisis) અને પર્યાવરણના પ્રશ્નોને લઇ ટેક્સટાઇલ સહિતનાં સેગમેન્ટમાં 45 ટકા પ્રોડક્શન નીચું (production down) જતાં તેનો લાભ મેનમેઇડ ફેબ્રિક્સના હબ સુરતના ટેક્સટાઇલ (Surat textile) ઉદ્યોગકારો કઇ રીતે ઉઠાવી શકે એ અંગે શુક્રવારે સુરતની સંપૂર્ણ ટેક્સટાઇલ ચેઇનના ઉદ્યોગકારોએ વિડીયો કોન્ફરન્સ (Video comference)થી ચર્ચા-વિચારણા કરી હતી.

ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા કેન્દ્રના ટેક્સટાઇલ સેક્રેટરી યુપી.સિંઘ સાથે ગઇકાલે થયેલી ચર્ચા-વિચારણા પછી આજે ‘ચાઇના પાવર ક્રાઇસિસ, એડ્વાન્ટેજ સુરત એન્ડ ઇન્ડિયા’ વિષય ઉપર વેબિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નિષ્ણાત વક્તા તરીકે ટેક્નોલોજિસ્ટ, બિઝનેસ એન્ડ મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ હરેશ કલકત્તાવાલાએ ઉદ્યોગકારો તથા ઉદ્યોગ સાહસિકોને સંબોધતાં જણાવ્યું હતું કે, ચાઇનામાં મોટા ભાગના પાવર પ્લાન્ટ કોલ બેઇઝ છે અને ત્યાંની સરકારે હાલ કોલ પ્રોડક્શનને ઘટાડી દીધું છે. જેને કારણે ત્યાં પાવર પ્રોડક્શનમાં ઘટાડો નોંધાયો છે. ચાઇના સરકાર દ્વારા પાવરની કિંમત પણ ફિક્સ કરી દેવામાં આવી છે. જેથી પાવર પ્રોડક્શન કરનારાઓની હાલત કફોડી થઇ ગઇ છે.

ચાઇના પાવર ક્રાઇસિસને લીધે કેમિકલ, ડાઇઝ અને કોલ ઇમ્પોર્ટને અસર થશે
ચાઇનામાં જ્યાં સુધી અલ્ટરનેટ એનર્જી ઊભી નહીં કરવામાં આવે ત્યાં સુધી આ સમસ્યા રહેવાની જ છે. જેને કારણે ચાઇનામાં એલ્યુમિનિયમ, સિમેન્ટ, સ્ટીલ અને ટેક્સટાઇલનું સતત ઉત્પાદન કરનારા પ્લાન્ટને માઠી અસર થઇ રહી છે. રો મટિરિયલ્સની શોર્ટેજ થઇ ગઇ છે અને કેમિકલ એન્ડ ડાઇઝને પણ માઠી અસર થઇ છે. જેને કારણે વિશ્વભરમાં રિટેલર્સ અને ટ્રેડર્સ વૈકલ્પિક સોર્સ શોધી રહ્યા છે. વિશ્વના એનાલિસ્ટોનું માનવું છે કે, ચાઇના એ ટેક્સટાઇલ અને એપેરલનું એક્સપોર્ટ કરે છે. પરંતુ ત્યાંની સરકારે કોલ પ્રોડક્શન ઘટાડવાને કારણે પાવરનો ભાવ ૩૦થી ૪૦ ટકા વધશે. આથી પ્રોડકશન કોસ્ટ તો વધશે જ.

સાથે ઉત્પાદનમાં પણ ઘટાડો નોંધાશે અને ટેક્સટાઇલની કિંમતમાં સીધો ૩૦થી ૪૦ ટકાનો વધારો નોંધાશે. ચાઇનામાં પાવર ક્રાઇસિસનો સીધો ફાયદો ભારતની તમામ ઇન્ડસ્ટ્રીને થશે.

Most Popular

To Top