Entertainment

કોરોનાના હાહાકાર વચ્ચે ચીનની એક સીંગરે આવી રીતે પોતાને કોરોના ગ્રસ્ત કરવાનું વિચાર્યું પણ થયું કંઈક આવું

નવી દિલ્હી: સમગ્ર વિશ્વ એકતરફ કોરોનાના (Corona) હાહાકાર સામે ત્રાસી ગયું છે. ખાસ કરીને ચીનમાંથી (China) આવેલો આ વાયરસની ત્રીજી લહેર આવી છે. તેમજ આ લહેર માત્ર ચીનમાં જ નહિ પરંતુ અમેરિકા, જાપાન તેમજ અન્ય એક શહેરોમાં જોવા મળી રહી છે. ભારતમાં (India) પણ ત્રીજી લહેર અટકાવા માટે તમામ ઉપાયો હાથ ધરવામાં આવ્યાં છે તેમજ તંત્ર પણ એકશન મોડમાં આવી ગયું છે. આ સમયે ચીનમાંથી એક એવાં અટપટા સમાચાર સામે આવ્યાં છે જેને સાંભળીને તમે પણ ચોંકી જશો.

ચીનમાં એક તરફ કોરોના તાંડવ મચાવી રહ્યો છે. કોરોનાનો ઓમિક્રોન વેરિયન્ટ ખૂબ ઝડપથી ફેલાઈ રહ્યો છે તે સમયે ચીનની એક પ્રખ્યાત સીંગર જેન ઝાંગે એક ખતરનાક ફેસલો લીધો છે. ચીનની આ ગાયિકાએ પોતાને કોરોના સંક્રમિત કરવા માટે એવા ઘરોની મુલાકાત લીધી કે જયાં કોરોના સંક્રમિત લોકો રહેતા હોય. ત્યાર પછી તેને પણ કોરોનાના હળવા લક્ષણ જેવા કે માથું દુખવું, તાવ આવવો તેમજ ગળામાં દુખાવો જેવા લક્ષણો દેખાઈ આવ્યા હતાં. સીંગરે આ અંગે એક વીડિયો મારફતે જણાવ્યું હતું કે તે પોતે જ પોતાને કોરોના સંક્રમિત કરવા માગતી હતી. આ અંગેની જાણકારી આપ્યા પછી તે સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ ટ્રોલ થઈ રહી છે. જો કે આના પરિણામ સ્વરૂપે તેણે પોતાનો આ વીડિયો ડિલીટ કરી દેવો પડ્યો હતો તેમજ સોશિયલ મીડિયા ઉપર જ લોકોને માફી માગવી પડી હતી.

સીંગરે તેણે આવું કેમ કરયું તે અંગે જણાવ્યું હતું કે તેનો ડિસેમ્બરના અંતમાં એક શો છે. જો તે એક વાર કોરોનાના સંક્રમણમાં આવી જતે તો તેને પોતાના કાર્યક્રમમાં કોરોના સંક્રમણ લાગવાના ખતરો ઓછો છે. જણાવી દઈએ કે ચીનની આ સીંગર ઝાંગ છેલ્લાં બે દશકાઓ કરતા પણ વધારે સમયથી એક ઓળખીતો ચહેરો છે. તેણે સંગીતમાં પોતાની એક આગવી ઓળખ ઉભી કરી છે. જો કે પોતાને કોરોના સંક્રમિત કરવાનો આ વિચાર તેને હાલ ટ્રોલ કરી રહ્યો છે.

જણાવી દઈએ કે સીંગરના પોતાના સંક્રમિત કરવાના ફેસલા પછી તેણે ધણાં વિરોધોનો સામનો કરવો પડ્યો હતો. ત્યારથી સીંગરે પોતાનો વીડિયો ડિલીટ કરી નાંખ્યો તેમજ લોકોને પોતે આવું કર્યા પાછળની માફી પણ માગી છે. વધુમાં તણે જણાવ્યું કે તેના લક્ષણો તો કોરોના જેવા જ હતાં પરંતું તે એક દિવસમાં સારી થઈ ગઈ હતી. જો કે આ ધટના પછી ઘણાં લોકોએ તેની નિંદા પણ કરી હતી.

Most Popular

To Top