World

ચીનમાં ઝીરો કોવિડ નીતિ ફેલ: શંધાઈ પછી બેઈજિંગમાં લોકડાઉનનો ખતરો

ચીન : કોરોનાની (Corona) શરૂઆત જે દેશથી થઈ હતી તે દેશ ચીનની (China) હાલત આજે કફોળી થઈ છે. કોરોનાથી આજે જયારે આખી દુનિયા મુકત થઈ છે ત્યારે આજે ફરી ચીનમાં કોરોનાના કેસોમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. દુનિયાના કોઈ પણ ખૂણામાં કોરોનાના કારણે લોકડાઉન (Lockdown) નથી ત્યાં આજે ચીનનાં 20થી વઘુ શહેરોમાં લોકડાઉન કરવામાં આવ્યું છે. મળતી માહિતી માહિતી મુજબ કેસો એટલી સંખ્યામાં વધી રહ્યાં છે કે માત્ર 5 જ દિવસમાં 20 શહેરોમાં લોકડાઉન કરવાની પરિસ્થિત સર્જાઈ હતી. હવે આ લોકડાઉનવાળા શહેરોની સંખ્યા 46 સુઘી પહોંચી છે. જણાવી દઈએ કે ચીન વિશ્વમાં સૌથી વઘુ વસ્તી ધરાવતો દેશ છે. કોરોનાના કારણે જયારે શહેરોમાં લોકડાઉન કરવામાં આવ્યું ત્યારે ચીનમાં વસ્તીમાં ફરી એકવાર મોટો ઉછાળો થયો હતો. મળતી માહિતી મુજબ લોકડાઉન પહેલા કે જયારે ચીનની વસ્તી લગભગ 21 કરોડ હતી તે વધીને આશરે 34 કરોડ સુધી પહોંચી ગઈ છે.

ચીનના શંધાઈમાં છેલ્લા ધણાં સમયથી લોકડાઉન મૂકવામાં આવ્યું છે. આ સાથે હવે બેઈજિંગમાં પણ લોકડાઉનનો ખતરો વધ્યો છે. શંધાઈની વાત કરીએ તો દૈનિક આશરે 12 હજાર લોકો કોરોનાથી સંક્રમિત હોવાની જાણકારી મળી છે. ચીનમાં ઝીરો કોવિડ નીતિ ફેલ થવા છતાં જિનપિંગ તેમની ઝીરો કોવિડ નીતિ પર અડગ રહ્યાં છે. જિનપિંગે જણાવ્યું હતું કે કોઈ પણ દેશ ચીનની ઝીરો કોવિડ નીતિ સામે વાંધો ન ઉઠાવે. મળતી માહિતી મુજબ ઝીરો કોવિડ નીતિમાં કોરોના સંક્રમિત કેસ આવતા દર્દીઓને ફરજીયાતપણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે.

શંઘાઈની જેમ કોરનાના કેસો બેકાબૂ ન થાય તેમજ પરિસ્થિતી લથળતી ન થાય તે માટે બેઈજિંગ શહેરમાં વધુ કડકાઈ સરકાર દ્વારા હાથ ધરવામાં આવી છે. મળતી માહિતી મુજબ બેઈજિંગમાં લૉકડાઉન હજુ સુધી કરવામાં આવ્યું નથી. બેઈજિંગમાં દૈનિક 1000થી વધુ કોરોના કેસ આવવાના કારણે છેલ્લાં 2 વર્ષથી 90 વર્ષ સુધીના તમામ લોકોને કોરોના ટેસ્ટ ફરજીયાત રૂપે કરવા માટેનો આદેશ સરકારી કર્મચારીઓને આપવામાં આવ્યો છે. ચીનની કમ્યુનિસ્ટ પાર્ટીના વરિષ્ઠ પદાધિકારી અને રાષ્ટ્રપતિ જિનપિંગના નજીકના લી ક્વાંગે શુક્રવારે કોરોના વિરુદ્ધ મુકાબલો કરવા તમામ સ્તરે સૈન્ય આદેશ આપ્યાં છે.

જણાવી દઈએ કે ચીનમાં વધી રહેલા કોરોનાના કેસનાં કારણે એશિયન ગેમ્સ 2022 સ્થગિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ચીનના હાંગઝૂ શહેરમાં તારીખ 10 સપ્ટેમ્બરથી એશિયન ગેમ્સનો પ્રારંભ થવાનો હતો. જોકે હાલમાં ચીનમાં કોરોનાના કેસમાં જબરજસ્ત ઉછાળો આવ્યો છે અને આ પરિસ્થિતિને જોતા એશિયન ગેમ્સને સ્થગિત કરવામાં આવી છે.

Most Popular

To Top