World

અમેરિકા બાદ ચીન મંગળ પર પોતાનું રોવર ઉતારનાર વિશ્વનો બીજો દેશ બન્યો

બૈજિંગ: ચીને ભારે તનાવની નવ મિનીટોનો સફળતાપૂર્વક સામનો કરીને પોતાનુ઼ અવકાશયાન (Chinese rover) મંગળ ગ્રહ (mars planet)ની ધરતી પર ઉતાર્યું છે આ સાથે તે મંગળ પર રોવર ઉતારનાર વિશ્વનો બીજો દેશ (second country of world) બન્યો છે.

ઝુરોન્ગ નામનું આ રોવર મંગળની યુટોપિયા પ્લેનેશિયા નામના સપાટ જમીન વાળા અગાઉથી નક્કી કરાયેલા વિસ્તારમાં સફળતાપૂર્વક ઉતર્યું હતું એમ સત્તાવાર ઝિન્હુઆ સમાચાર એજન્સીએ અહેવાલ આપ્યો હતો. ચીનનું તિએનવેન-1 (tianwen 1) નામનું અવકાશયાન એક ઓર્બિટર (orbiter), એક લેન્ડર (lander) અને એક રોવર (rover)ની સાથે 23 જુલાઇ, 2020ના રોજ લોન્ચ કરવામાં આવ્યું હતું. આપણી સૂર્યમાળાના કોઇ ગ્રહ પર શોધખોળ (planet research) કરવાની દિશામાં ચીનનું આ પ્રથમ પગલું છે.

ચીનની અવકાશ એજન્સી ચાઇના નેશનલ સ્પેસ એડમિનિસ્ટ્રેશન(CNSA) દ્વારા કે નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે ત્રાસની નવ મિનીટો પછી તેનું રોવર આજે મંગળની ધરતી પર સફળતાપૂર્વક ઉતર્યું છે. પ્રિ-પ્રોગામ્ડ લેન્ડિંગ સ્થાપિત કરાવવા માટે ગ્રાઉન્ડ કન્ટ્રોલરોને એક કલાક કરતા વધુ સમય લાગ્યો હતો. રોવરની પેનલો આપમેળે ખૂલે અને લેન્ડિંગ પછી સિગ્નલો મોકલે તે માટે તેમણે પ્રતિક્ષા કરવી પડી હતી અને પૃથ્વી અને મંગળ વચ્ચેના 3200લાખ કિલોમીટરના અંતરને કારણે ૧૭ મિનિટ કરતા વધુ વિલંબ થયો હતો.

ચંદ્ર પર રોવર સફળતાપૂર્વક ઉતાર્યા બાદ ચીનની અવકાશક્ષેત્રે આ બીજી મોટી સફળતા છે. ચીની પ્રમુખ ઝિ જિનપિંગે આને ચીનની મોટી સફળતા ગણાવતા ચીની વૈજ્ઞાનિકોને અભિનંદન આપ્યા હતા. અમેરિકી અવકાશ સંસ્થા નાસાએ પણ આ સફળતા બદલ ચીનને અભિનંદન આપ્યા છે. અમેરિકાનું રોવર મંગળ પર ઉતર્યું અને શોધખોળ કરી રહ્યું છે તેવા સમયે ચીનનું પણ રોવર મંગળ પર ઉતર્યું છે અને ચીન આ રીતે મંગળ પર રોવર ઉતારનાર બીજો દેશ બન્યો છે.

ઝુરોન્ગ રોવર ત્રણ મહિના સુધી કાર્ય કરશે: મંગળ પર જીવનના સંકેતો શોધશે
છ પૈંડા વાળું ચીનનું ઝૂરોન્ગ રોવર સોલાર પાવરથી ચાલે છે. 240 કિલોગ્રામના આ રોવરમાં છ વૈજ્ઞાનિક સાધનો છે. મંગળની ધરતી પર ઉતરેલા લેન્ડરની અંદરમાંથી તેને બહાર કાઢીને મંગળ પર સફળતાપૂર્વક ઉતારવામાં આવ્યું હતું. આ રોવરનો કાર્યકાળ ત્રણ માસનો છે અને તે દરમ્યાન તે મંગળની સપાટી પર જીવનના કોઇ સંકેતો છે કે કેમ? તેની શોધખોળ કરશે.

અત્યાર સુધીના 40 મંગળ મિશનોમાંથી અડધા જેટલા નિષ્ફળ ગયા છે
વર્ષ 1960થી લઇને અત્યાર સુધીમાં વિવિધ દેશોના 40 મંગળ અભિયાનો યોજાયા છે જેમાંથી માત્ર અડધા જેટલા જ સફળ રહ્યા છે અને આમાંથી પણ મોટાભાગના ઓર્બિટર મિશન જ હતા જેમાં યાન મંગળના ગ્રહની આસપાસ ફરતા રહીને તેની તસવીરો ખેંચીને અભ્યાસ કરે છે. મંગળ પર આ પહેલા માત્ર અમેરિકા જ પોતાના રોવરનું સફળતાપૂર્વક ઉતરાણ કરાવી શક્યું હતું. હવે આ સફળતાામં ચીન પણ જોડાયું છે.

Most Popular

To Top