એપી, તાઇપેઇ: ગયા મહિને માત્ર 5 દિવસ (Only in 5 days)ના ગાળામાં ચીને એની કોવિડ-19 રસીઓ (Chinese covid-19 vaccine) ના 10 કરોડ ડૉઝ (10 crore dose) આપ્યા હતા. ધીમી શરૂઆત બાદ ચીન હવે દેખીતી રીતે એ કરી રહ્યું છે જે દુનિયામાં કોઇ દેશ નથી કરતો: એક પાર્ટી સિસ્ટમ અને પરિપક્વ થયેલો ઘરેલુ રસી ઉદ્યોગ… શરૂઆત બહુ ધીમી અને પરિપૂર્ણથી જોજનો દૂર પણ ચીનના જાહેર આરોગ્ય નેતાઓ હવે કહે છે કે તેઓ આ વર્ષના અંત સુધીમાં એની 1.4 અબજની વસ્તીના 80% લોકોને રસી (80 % people vaccinated) આપશે.
બુધવાર મુજબ ચીને 704 મિલિયન ડૉઝીસથી વધારે આપ્યા છે અને એમાંથી અડધા તો માત્ર એકલા મે મહિનામાં. વિશ્વમાં 1.9 અબજ ડૉઝ અપાયા છે એમાંથી ત્રીજા ભાગના ચીનમાં અપાયા છે. રસીકરણનું આહ્વાન સમાજના દરેક વર્ગમાંથી થઈ રહ્યું છે. કંપનીઓએ એમના કર્મચારીઓને રસી આપી રહી છે, શાળાઓ વિદ્યાર્થીઓને અને સ્ટાફને, સ્થાનિક સરકાર રહીશોને. ચીનમાં ગેટ્સ ફાઉન્ડેશનના પૂર્વ વડા રે યિપે કહ્યું કે કમ્યુનિસ્ટ પાર્ટીના લોકો ગામેગામ છે અને સિસ્ટમનો એ કઠોર ભાગ છે પણ એ જ શક્તિશાળી જમાવટ પણ કરી આપે છે. ચીન હવે રોજ સરેરાશ 1.09 કરોડ શૉટ્સ આપી રહ્યું છે. જેનો અર્થ એ થાય કે દર ત્રીજા દિવસે ઇટાલીમાં દરેકને રસી આપવી. અમેરિકામાં ચીન કરતા ચોથા ભાગની જ વસ્તી જ છે અને ત્યાં રસીકરણ પૂરજોશમાં હતું ત્યારે એપ્રિલમાં રોજની 34 લાખ રસી અપાતી હતી. ચીનમાં સરકાર ડેટા જાહેર કરતી નથી એટલે ચીનમાં કેટલા લોકોનું રસીકરણ પૂરું થયું એ સ્પષ્ટ નથી. જે રસીઓ વપરાશમાં છે એમાં એકથી ત્રણ ડૉઝ છે. આ ડેટા ઓનલાઇન રિસર્ચ સાઇટ અવર વર્લ્ડ ઇન ડેટા તરફથી મળ્યા છે.
40% વસ્તીને એક ડૉઝ મળી ગયો, બીજિંગમાં 87% વસ્તીને મળ્યો
નિષ્ણાતોના એક જૂથના વડા ઝોંગ નેન્શાને કહ્યું કે 40% વસ્તીને કમ સે કમ એક ડૉઝ મળી ગયો છે અને આ મહિનાના અંત સુધીમાં આટલા લોકોને રસીકરણ પૂરું કરવાનો ઉદ્દેશ છે. રાજધાની બીજિંગમાં 87% વસ્તીને કમ સે કમ એક ડૉઝ મળી ગયો છે. રસી મેળવવી એકદમ સરળ છે. ભરચક વિસ્તારોમાં વેક્સિનેશન બસો પાર્ક કરાયેલી છે. જો કે બધે બીજિંગ જેવી સુવિધા નથી. એપોઇન્ટમેન્ટ મળવાની ફરિયાદોય ઘણી છે. એક રહીશે તાજેતરમાં કહ્યું હતું કે સવારે 9 વાગ્યાથી લાઇનમાં ઊભો રહ્યો પણ સાંજે છ વાગે રસી મળી. ચીને વિદેશમાં પણ એના નાગરિકોને રસી આપવા ધ્યાન કેન્દ્રિત કર્યું છે. આવા 5 લાખ નાગરિકોને એણે રસી આપી છે. ચીનમાં કોરોના ઉદભવ્યો પણ એક વર્ષથી ત્યાં કોરોનાની સ્થિતિ કાબૂમાં છે એટલે લોકો રસીકરણ માટે ઉતાવળા ન હતા. તાજેતરના સપ્તાહોમાં જ અભિયાન તેજ કરાયું.
ચીની રસી ઉત્પાદકોએ વિદેશી પ્રોડક્ટ્સ પર આધાર રાખવો નથી પડતો
સિનોવેકે કહ્યું કે તેણે રસી ઉત્પાદન ક્ષમતા બમણી કરી એક વર્ષમાં બે અબજ ડૉઝની કરી છે. જ્યારે સિનોફાર્મે કહ્યું કે તે વર્ષના 3 અબજ ડૉઝ બનાવી શકે છે. ચીની રસી કંપનીઓએ ઉત્પાદન પ્રક્રિયામાં આયાતી પ્રોડક્ટ્સ પર આધાર રાખવો પડતો નથી. એ બહુ મોટો લાભ છે. ચીને હજી ફાઇઝરની રસીને મંજૂરી આપી નથી.