National

ચીનની ચાલબાજી જોતા ભારતીય સેનાએ પૂર્વી લડાખ વિસ્તારમાં વધુ 15000 સૈનિકો તહેનાત કર્યા

લડાખ: એલએસી (Lac) પર ચીની સેના (Chinese army)ની તૈયારીઓ જોતાં ભારતીય સેના (Indian army)એ પૂર્વી લડાખ (Ladakh) વિસ્તારમાં વધુ 15000 સૈનિકો (Soldier) તહેનાત કર્યા છે. ખાસ વાત એ છે કે આ સૈનિકો જમ્મુ અને કાશ્મીર (J & K)માં ત્રાસવાદીઓ સામે ચલાવાતા ઓપરેશનનો ભાગ હતા. કાઉન્ટર ટેરરિઝમ ડિવિઝનના આ જવાનોને છેલ્લા કેટલાંક મહિનામાં તહેનાત કરાયા હતા. તેઓ લેહમાં તહેનાત 14 કૉર્પ્સની મદદ કરી રહ્યા હતા.

સરકાર સાથે સંકળાયેલા વર્તુળોએ કહ્યું કે ચીન આક્રમકતા બતાવવાની કોશીશ કરે એ પહેલાં જ લગભગ 15000 સૈનિકોના ડિવિઝનને ત્રાસવાદી વિરોધી અભિયાનમાંથી હટાવીને લડાખમાં લઈ જવાઈ રહ્યા છે. આ નવા ડિવિઝનની તહેનાતીથી સેનાને ઉત્તરી સીમાઓ પર પોતાની સ્થિતિ વધારે મજબૂત કરવામાં મદદ મળી છે. સેના પોતાના યુનિટ્સને અનામત રાખી શકે છે. ગયા વર્ષથી ચીનની સાથે ચાલી રહેલા તનાવ પછી સેનાની રિઝર્વ યુનિટ એલએસી પર અગ્ર પૉઝિશન પર તહેનાત છે. ભારતે પૂર્વી લડાખ ક્ષેત્રમાં લગભગ 50000 સૈનિકોને તહેનાત કર્યા છે. આનાથી સૈનિકોની સંખ્યા ગયા વર્ષની સરખામણીએ બમણી થઈ છે. 1962ના યુદ્ધ બાદ પહેલી વાર એલએસી પર ભારતીય સૈનિકોની સંખ્યા બે લાખ આસપાસ થઈ છે. ચીનના પણ લગભગ એટલા સૈનિકો હાજર છે. સરકરે ચીનને જવાબ આપવા એટલી સંખ્યામાં સૈનિકો ગોઠવ્યા છે. લેહમાં 14 કૉર્પ્સ પાસે હવે બે ડિવિઝન છે અને તે કારૂના 3 ડિવિઝન સાથે ચીન સરહદે દેખરેખમાં છે.

ચીન 16 એરબેઝ બનાવે છે
પૂર્વી લડાખની નજીક ઝિંઝિયાંગ પ્રાંતના શાક્ચે શહેરમાં ચીન લડાકુ વિમાનોનું નવું બૅઝ બનાવે છે. ગુપ્તચર હેવાલમાં એવા 16 સ્થળોની ઓળખ થઈ છે જ્યાં એરબેઝ તૈયાર કરાયા છે. આ પ્રાંત લડાખ સિવાય પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને રશિયા સાથે સરહદ ધરાવે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે 68 વર્ષીય ઝિએ પ્રમુખ તરીકે તિબેટની તેમની પ્રથમ મુલાકાત બુધવારથી શુક્રવાર સુધીમાં લીધી હતી જે મુલાકાત શુક્રવારે પુરી થાય ત્યાં સુધી આ મુલાકાતની સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને ચીની સત્તાવાર મીડિયાએ ઢાંકી રાખી હતી. તાજેતરના વર્ષોમાં કોઇ ટોચના ચીની નેતાએ તિબેટની મુલાકાત લીધી હોય તેવો આ પ્રથમ બનાવ હતો. તેઓ તિબેટના સરહદી ટાઉનની મુલાકાતે ગયા હતા અને ત્યાંથી નવી શરૂ થયેલ બુલેટ ટ્રેનમાં બેસીને તિબેટના પાટનગર લ્હાસા ગયા હતા. લ્હાસામાં ઝિએ ચીનના ટોચના લશ્કરી અધિકારીઓની મુલાકાત લીધી હતી.

Most Popular

To Top