યા અઠવાડિયાથી કોરોનાના કેસો વધવા માંડયા છે. આગળની કોવિડ – 19ના સમયની SOP ફરી ફરીને મીડિયા દ્વારા યાદ કરાવવામાં આવી રહી છે, ત્યારે શૈક્ષણિક વર્ષ 2022 – 23માં શાળા – કોલેજો શરૂ થઇ ગઇ છે. પ્રાથમિક ધોરણના વિદ્યાર્થીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળે છે. ખાસ કરીને જેઓ હાલ ધો. 3માં આવ્યા છે, તે સૌ બાળકોને કેમ કે કોરોનામાં તો ઓનલાઇન,ઓફલાઇન ઓનલાઇનમાં માસ પ્રમોશન પણ થયું. સાથે શાળાના શિક્ષણ સાથે, મિત્રો સાથેનો એક નાતો જ ન રહ્યો માટે આ પ્રાથમિક ધોરણના વિદ્યાર્થીઓ માટે પ્રવેશોત્સવ કરતા શાળાએ જવાનો મોકો એ જ ઉત્સવ જેવું લાગે છે.
આજે મહત્ત્વની ખાસ વાત એ કરવાની છે કે છેલ્લાં 2 વર્ષ દરમ્યાન અભ્યાસની આદતોમાં ધરખમ ફેરફારો આવ્યા હતા. જેનાથી (મોબાઇલ, વ્હોટસએપ, સોશ્યલ મીડિયા) બાળકોને દૂર રાખવા વાલીઓએ અથાગ પ્રયત્નો કરવો પડતો હતો, તે જ સામેથી બાળકને વળગાડવા પડયા છે. એનાં મનો સામાજિક પરિણામો આપણે સૌએ અનુભવ્યાં છે. હવે શાળા જ્યારે ઓફલાઇન મોડમાં શરૂ થઇ છે ત્યારે અભ્યાસની આદતો પર શિક્ષકો, વાલીઓ, ટયુશન શિક્ષકોએ ધ્યાન આપવું જ રહ્યું.
નહીં તો જરૂરી આદતો ન કેળવાતા લાંબે ગાળે વિદ્યાર્થીઓએ અને આગળ જતાં સમાજે એનો ભોગ બનવું પડે છે. આપ સૌએ પણ વાંચ્યું જ હશે કે ધો. 10માં કેટલા બધા વિદ્યાર્થીઓએ માસ પ્રમોશનની આશાએ પેપરોમાં ખાસ લખ્યું નહોતું કેમ કે વર્ણનાત્મક કે વૈકલ્પિક લખાણ માટે અભ્યાસની આદતો તો હોવી જરૂરી છે. પેપરમાં જાહેર થતાં ઓનલાઇન પરીક્ષાનાં પરિણામો ઊંચી ટકાવારીમાં હોય છે. જ્યારે ઓફલાઇન પરીક્ષાનાં પરિણામોની ટકાવારી મધ્યમ કે એનાથી પણ નીચી હોય છે. ઘણા બધા સંશોધનોનો ઇશારો અભ્યાસની આદતો પર થતો હોય છે.
આ 2 વર્ષ શાળાનાં કોઇ પણ ધોરણમાં ભણતા વિદ્યાર્થી માટે ‘લર્નિંગ ગેપ’ સાબિત થઇ રહ્યાં છે. જેતે ધોરણમાં દરેક વિષયમાં જુદી જુદી વિભાવના કોન્સેપ્ટ શીખી, સમજી અને ઉપરના ધોરણનો અભ્યાસક્રમ સમજવામાં મદદ થતી હોય છે. તેમાં ગેપ રહી જવાની શકયતાઓ છે. જેને આપણે કહીએ ને કે ‘પાયો કાચો છે, નબળો છે.’ ખાસ કરીને વિજ્ઞાન, ગણિત, ભૂમિતિના વિષયોમાં. તો શિક્ષકો, વાલીઓ, ટયુશન વર્ગના શિક્ષકો આવી પરિસ્થિતિ વિદ્યાર્થીઓના દ્રષ્ટિકોણથી સમજે અને થોડું Recaptualization કરાવવાથી, જે કોઇ ક્ષતિ રહી જવા પામી છે, તેમાં સુધારો થશે અને વિદ્યાર્થી હાલના વર્ગના અભ્યાસક્રમની ગતિ પકડી શકશે.
# આ કવરઅપ માટે સૌ પ્રથમ તો અભ્યાસ માત્ર ‘પરીક્ષાલક્ષી, માર્કસ માટે કરવાનો’ એ માઇન્ડ સેટમાંથી બહાર આવવું પડશે અને વિષયવસ્તુનો પાયો મજબૂત કરવાનો દૃઢ નિશ્ચય કરવો પડશે. # આમાં વાલી – વિદ્યાર્થી વચ્ચે સંવાદ ખૂબ જ અગત્યનો ભાગ ભજવી શકે તેમ છે. જો વિદ્યાર્થી # સંતાન કહે કે આ બાબતમાં દા.ત. ગણિતના દાખલાની પધ્ધતિમાં સમજ નથી પડતી તો ‘તું ડોબો / ડોબી છે, તને કંઇ આવડવાનું નથી’નાં વાકયો કરતાં ‘મૂળભૂત સમજણમાં કચાશ કયાં? ના પ્રશ્નનો જવાબ વિદ્યાર્થીને સહાયરૂપ થશે.
# કોરોના કાળમાં યુટયુબ સોલ્યુશન પર આધારિત રહ્યા. ન સમજ પડે તો ગુગલ(શિક્ષક – ટયુશન શિક્ષક)ની ગેરહાજરીમાં કામચલાઉ કામ તો પાર પડયા પણ વ્યકિતગત રીતે વિદ્યાર્થી કયાં અટકે છે? શા માટે? એનું સોલ્યુશન ઓફલાઇનમાં સરળતાથી મળી શકે. # આપણી જિંદગીના દરેક પાસામાં લગભગ ન્યૂ નોર્મલમાં જૂની પધ્ધતિ પ્રમાણે સેટ થઇ ગયા છીએ પરંતુ નોકરી, વ્યવસાય અને શિક્ષણ એવું છે કે એમાં ઓફલાઇન શિક્ષણ પધ્ધતિની આદતો સાથે ફરી તાદાત્મ્યતા કેળવવી પડશે.
#ખાસ કરીને શાળામાંથી આવીને મોબાઇલ વગર ભણવાની આદત કેળવવા પર વાલી વિદ્યાર્થીએ સંપીને કામ કરવું રહ્યું. ભણવામાં માત્ર હોમવર્ક ન આવે પણ વાંચન, લેખન, યાદ કરવાનું કાર્ય પણ આવે. ઘણા બધા વિદ્યાર્થીઓ ટયુશને જતાં હોય છે, જ્યારે ઘણા સ્વઅભ્યાસ અથવા તો વાલીઓ પોતે જ અભ્યાસ કરાવતા હોય છે. વાલીઓ પોતે જ કરાવતા હોય તો સંતાનોની પ્રગતિને અતિથી ઇતિ સુધી જાણતા જ હોય છે. એમના ભણવાના કલાકો પણ ઓછા હોય છે, માટે રમવાનો સમય મળી રહે છે. આરામ કરવાનો પણ સમય મળી રહે છે. જ્યારે ટયુશને જતાં વિદ્યાર્થીઓને માટે એક શાળા પછી બીજી ટયુશન વર્ગની શાળા જેવું જ થઇ જાય છે.
ફરી નવો વર્ગ, નવા શિક્ષક અને એમાં ચાલતા અભ્યાસક્રમની સ્પીડે ભણવાનું, એનું હોમવર્ક. આમ, સરેરાશ વિદ્યાર્થી 10 # 12 કલાક અભ્યાસમાં ફાળવતો હોય છે. ત્યાર પછી પણ ઘરે આવીને શાળાનું અને ટયુશનનું હોમવર્ક તો કરવાનું જ હોય છે. હવે અત્યારે ઓનલાઇન મોડના લીધે પુસ્તક વાંચવાની અને લખવાની આદતો છૂટી ગઇ છે, તો એને ફરી ઘૂંટવાની જરૂર છે. તો એ પ્રત્યે સૌ વાલી પૂરતું ધ્યાન આપે, તો સંતાનોને ‘લર્નિંગ ગેપ’માંથી બહાર લાવી શકાશે. # ઓનલાઇનમાં તો નેટવર્ક, ઇલેક્ટ્રિસિટીના ઇશ્યુના લીધે શિક્ષકો વીડિયો બનાવી અપલોડ કરી લેતા હતા કે સમય મળે વિદ્યાર્થી સ્વલર્નિંગ કરી લે, પરંતુ હવે સૂવા – ઊઠવાના શેડયુલમાં નિયમિતતા જળવાતા વિદ્યાર્થી શાળામાં વન ટાઇમ ટીચીંગમાં પૂરતું ધ્યાન એકાગ્ર કરી શકશે.
# ઘરેથી ભણતી વખતે ભૂખ લાગી તેટલી વખત ખવાય લેવાતું હતું. હવે ફરી સવારે વેન / રિક્ષા / બસ આવે ત્યારે નાસ્તો દૂધ થાય ને પછી શાળાએ જવાય. સાથે લંચબોકસમાં શાક – રોટલી. શાળાના આદેશ મુજબની આદતો કેળવવી પડશે. # ઓનલાઇનમાં શાળાએ આવવા-જવાના કલાકોની બચત થતી હતી માટે ગમે ત્યારે TV, ગેમ કે આરામના શેડયુલ આવી જતા હતા. હવે ન્યૂ નોર્મલમાં બાળકો લગભગ 2 – 3 વાગે ઘરે પહોંચતા હોય છે, ત્યારે શારીરિક રીતે થાકી જતાં હોય છે. થોડી વાર રેસ્ટ કરાવવાથી શકિતનો સંચાર મહેસૂસ કરી શકાય છે. મિત્રો પડકારો તો ડગલે ને પગલે છે, પડકારોનો સામનો જ આપણા સૌની કુશળતામાં વધારો કરે છે. માટે ‘’Assist your child in building study skills.’’