સુરત(Surat): શહેરમાં કોરોના(Corona)નું સંક્રમણ ધીમી ગતિએ વધી રહ્યું છે. જેના કારણે તંત્ર પણ એલર્ટ છે. ખાસ કરીને વેકેશન(Vacation)માં લોકો ફરીને પરત ફર્યા છે અને તેના કારણે કેસ વધી રહ્યા છે. હાલમાં શહેરમાં જે કેસ નોંધાઈ રહ્યા છે તેમાં મોટાભાગના ટ્રાવેલ(Travel) હીસ્ટ્રી(History)વાળા કેસ છે. હવે વેકેશન પુર્ણતાના આરે છે અને સોમવારથી શાળા (School)ઓ પણ શરૂ થઈ રહી છે ત્યારે બાળકોને પણ સાવચેતી રાખવી જરૂરી છે. બાળકોને જો કોઈ પણ લક્ષણો જણાય તો શાળાએ ન મોકવવા માટે મનપા(Surat Municipal Corporation) દ્વારા અપીલ કરવામાં આવી છે.
- બાળકોને કોરોનાના લક્ષણો જણાય તો શાળાએ મોકલવા નહીં: મનપા
- આગામી સોમવારથી શાળાઓ ખૂલી રહી છે ત્યારે સાવચેતીના ભાગરૂપે મનપા દ્વારા એડવાઈઝરી જાહેર કરાઈ
છેલ્લા 2 વર્ષથી કોરોના મહામારીને કારણે નાના બાળકોની શાળાઓ બંધ રાખવામાં આવી હતી. પરંતુ કોરોનાનું સંક્રમણ ઘટતા જ રાબેતા મુજબ તમામ શાળાઓ શરૂ કરી દેવામાં આવી છે. હાલ શાળાઓનું વેકેશન પણ પુર્ણ થઈ રહ્યું છે અને સોમવારથી ફરી શાળાઓ શરૂ થશે ત્યારે બાળકોમાં સંક્રમણ ન વધે તે માટે સાવચેતી રાખવી પડશે અને ખાસ કરીને વાલીઓને પણ તકેદારી રાખી જો બાળકોને કોઈ પણ લક્ષણો જણાય તો શાળાએ ન મોકલવા અપીલ કરવામાં આવી છે.
સુરતમાં કોરોના અટકતો નથી, વધુ 9 પોઝિટિવ કેસ નોંધાયા
સુરત: શહેરમાં ફરીવાર કોરોનાએ માથુ ઉંચક્યું છે. અને આવનારા દિવસોમાં હજી કેસ વધે તેવી શક્યતા સેવાઈ રહી છે. જેથી શહેરીજનોને સાવચેતી રાખવા માટે અપીલ કરવામાં આવી છે. શહેરમાં સતત બીજા દિવસે કોરોનાના 9 કેસ નોંધાયા હતા. જેમાં મોટેભાગના લોકોની ટ્રાવેલ હીસ્ટ્રી છે. જેથી લોકો તાકીદે પ્રિકોશનરી ડોઝ લઈ લે તેવી અપીલ તંત્ર દ્વારા કરવામાં આવી છે.
મોટાભાગના દર્દીઓની ટ્રાવેલ હિસ્ટ્રી
શહેરમાં નોંધાયેલા 9 કેસમાં કતારગામના 77 વર્ષના પુરૂષ, રૂદરપુરાના 20 વર્ષના સ્ત્રી કે જેઓ બિહારથી પરત આવ્યા હતા. રાંદેરના 38 વર્ષના પુરૂષ કે જેઓ રાજસ્થાનથી પાછા આવ્યા છે. સીટીલાઈટ વિસ્તારમાં 60 વર્ષના વૃધ્ધા, અઠવા લાઈન્સમાં 31 વર્ષના સ્ત્રી, ઉધનામાં 45 વર્ષના પુરૂષ કે જેઓ નંદુરબારથી પરત આવ્યા છે. ઉધનામાં 28 વર્ષના પુરૂષ વરાછામાં 10 વર્ષની બાળકી કે જે ઉત્તરપ્રદેશથી પાછી ફરી છે. અને સારોલીના 40 વર્ષના પુરૂષ પોઝિટિવ આવાય હતા.
મોદી સુરત એરપોર્ટ આવવાના હોય, સમગ્ર એરપોર્ટ સ્ટાફના આરટીપીસીઆર રિપોર્ટ કરાયા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે નવસારી કાર્યક્રમમાં હાજરી આપવા સુરત એરપોર્ટ ખાતે આવ્યા હતા અને ત્યાથી નવસારી જવા રવાના થયા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરત એરપોર્ટ પર આવવાના હોય, તમામ એરપોર્ટ સ્ટાફના કુલ 52 લોકોના આરટીપીસીઆર કરવામાં આવ્યા હતા. તે ઉપરાંત વડા પ્રધાનના પ્રોટોકોલ પ્રમાણે એરપોર્ટ સ્ટાફ, સિક્યુરીટી સ્ટાફ તથા સ્વાગત માટે હાજર તમામનાં આરટીપીસીઆર ટેસ્ટ કરવામાં આવ્યા હતા. કોરોનાનું સંક્રમણ હજી પણ છે જેથી એરપોર્ટ પર સ્વાગત વખતે તમામ લોકો માસ્કમાં જોવા મળ્યા હતા.